DDC elections
જમ્મુ કશ્મીરમાં 28 નવેંબરે ડીડીસીની ચૂંટણી યોજાશે. 370મી કલમ રદ થયા પછીની આ પહેલી ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જિલ્લા વિકાસ પરિષદો (ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોન્ફરન્સ)ની છે.
આજે ગુરુવારે 28 નવેંબરે થનારી પહેલા તબક્કાની ચૂંટણી (DDC elections) ની સત્તાવાર જાહેરાત કરાશે. વરિષ્ઠ ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે કહ્યં કે દસ ડીડીસી જમ્મુ જિલ્લામાં અને દસ ડીડીસી કશ્મીર જિલ્લામાં રચવાની છે. પ્રત્યેક ડીડીસી માટે 14 ચૂંટણી કેન્દ્રો હશે. પંચાયતની પેટાચૂંટણી મતપત્રકો દ્વારા અને મ્યુનિસિપલ ચૂંટણી ઇવીએમ દ્વારા થશે. ચૂંટણીનો છેલ્લો તબક્કો 19 ડિસેંબરે યોજાશે અને મતગણતરી 22 ડિસેંબરરે થશે. કુલ આઠ તબક્કામાં ચૂંટણી થશે.
આ પણ જુઓ : Arnab Goswami પર મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રીએ લગાવ્યા ગંભીર આરોપ
રાજ્ય ચૂંટણી કમિશનર કે કે શર્માએ કહ્યું કે 28 નવેંબરે અહીં 20 જિલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી થશે. સાથેાસાથ પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ ચોજાશે. આ ચૂંટણી યોજવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષના ઓક્ટોબરમાં જમ્મુ કશ્મીર પંચાયતી રાજ ધારામાં સુધારા કર્યા હતા, જેથી દરેક જિલ્લામાં જિલ્લા વિકાસ પરિષદ હોય અને એમાં ચૂંટાયેલા સભ્યો હોય.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.