આજરોજ ૧૫ મી ઓગસ્ટ ૭૫ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જયારે સમગ્ર ભારતમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” તરીકે ઉજવાય રહ્યો છે ત્યારે ગુજરાત ઔદ્યોગિક વિકાસના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂત દ્વારા આઝાદીની લડાઈમાં શહીદ થયેલા શૂરવીરોની શૌર્યગાથાને યાદ કરવામાં આવી હતી, તદઉપરાંત તેમના દ્વારા આ શુભ દિવસે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઓનલાઈન ડીજીટલ સ્ટુડિયોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ તેમના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
તેમને કોરોનાકાળમાં જે અભ્યાસ માટે વિધાર્થીઓ ને અગવડતા વેઠવી પડી હતી તેના નિવારણ સ્વરૂપે હરહમેશ જેઓ સેવાની ભાવના સહ દરેક નો વિચાર કરે છે તેમ વિધાથીર્ઓને ભેટ રૂપે આ સ્ટુડીયો સમર્પિત કર્યો તેમને વિધાથીર્ઓને વધુમાં વધુ ટેકનોલજી સભર આ સ્ટુડીયોનો સદઉપયોગ કરે તેમજ આત્મનિર્ભર બંને અને વોકલ ફોર લોકલના સુત્રને સાર્થક કરો તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે યુનીવર્સીટી કુલપતિ વેદવ્યાસ દ્રિવેદી, કુલસચિવ હેમુજી રાજપુત, નાયબ કુલસચિવ જ્યોર્જ વર્ગિસ તેમજ વિવિધ કૉલેજ પ્રિન્સીપાલઓ, ફેકલ્ટી તેમજ વિધાર્થીઓ ભાઈઓ અને બહેનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.