રસ્તો ભુલેલા ચીની નાગરિકોની મદદ કરી ભારતીય સેનાએ માનવતાની મિસાલ રજૂ કરી

Indian Army
- Advertisement -

This browser does not support the video element.

Indian Army

ભારત અને ચીનની સેના વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. તેમજ છતાં ભારતીય સેના (Indian Army)એ ઉત્તરી સિક્કિમ વિસ્તારમાં ચીનના ત્રણ નાગરિકોની મદદ કરી છે. તનાવ વચ્ચે ભારતીય સેનાએ માનવતાની મિસાલ રજૂ કરી છે.

સેનાએ આપેલા નિવેદન પ્રમાણે 17500 ફૂટની ઉંચાઈ સિક્કિમના મેદાની ક્ષેત્રમાં ત્રણ ચીની નાગરિકો રસ્તો ભુલી ગયા હતા અને તે વખતે ભારતીય સૈનિકો તેમની મદદે આવ્યા હતા.

આ ત્રણ ચીની નાગરિકોમાં બે પુરુષ અને એક મહિલા હતી. ઝીરો ડિગ્રી કરતા પણ ઓછા તાપમાનના કારણે તેઓને મુશ્કેલી પડી રહી હતી. ત્યારે સેનાએ તેમને બચાવવા માટે ઓક્સિજન, કપડા અને ભોજન સહિતની મદદ પૂરી પાડી હતી.સાથે સાથે ગરમ કપડા પણ આપ્યા હતા. ત્યારબાદ સૈનિકોએ તેમને રસ્તાનુ માર્ગદર્શન પણ આપ્યુ હતુ.

આ પણ જુઓ : Pangong : પેંગોંગ સરોવરની દક્ષિણનો વિસ્તાર ભારતના કબજામાં

ચીની નાગરિકોએ મદદ કરવા બદલ ભારતીય સેનાનો આભાર પણ માન્યો હતો. રસ્તો બતાવતા પહેલા જવાનોએ તેમની ગાડી પણ ચેક કરી આપી હતી. જેથી તેમને પાછા ફરવામાં કોઈ મુશ્કેલી ના થાય.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.