The phone exploded in his pocket

OnePlus Nord 2 માં બ્લાસ્ટ થવાની માહિતી સામે આવી છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે આ ચાઈનીઝ કંપનીનો સ્માર્ટફોન અચાનક જ ફાટ્યો, જેના કારણે સ્માર્ટફોન યુઝરનો સાથળ ખરાબ રીતે દાઝી ગયો છે. OnePlus Nord 2 ભારતમાં આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ફોનમાં બ્લાસ્ટનો આ ત્રીજો કેસ છે.

ટ્વિટર પર સુહિત શર્મા નામના યુઝરે OnePlus કંપનીને ટેગ કરીને #OnePlusNord2Blast હેશટેગ સાથે ફોનના ચાર ફોટો શેર કર્યા છે. યુઝરે OnePlusને લખ્યું છે કે તમારી પાસેથી આની અપેક્ષા નહોતી. જુઓ તમારી પ્રોડક્ટે શું કર્યું. લોકોના જીવન સાથે રમવાનું બંધ કરો. તમારા કારણે આ છોકરો પરેશાન છે. જલ્દીથી જલ્દી સંપર્ક કરો.

https://twitter.com/suhitrulz/status/1455784742083706887?s=20

સુહિત નામના યૂઝરે શેર કરેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફોનની ડાબી બાજુ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે. ઉપરાંત, બળી ગયેલ જીન્સ અને સાથળ પણ અહીં જોઈ શકાય છે.

મનીકંટ્રોલને આપેલા નિવેદનમાં વનપ્લસે કહ્યું કે અમે આવી ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમારી ટીમ યુઝર  સાથે સતત સંપર્કમાં છે. અમે વિગતો એકઠી કરી રહ્યા છીએ અને મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ.

સુહિતે તેની પોસ્ટની નીચેના લખ્યું છે કે કંપની અમારા સંપર્કમાં છે અને R&D ટીમ આ કેસ પર કામ કરી રહી છે. આ મુદ્દાને વહેલામાં વહેલી તકે ઉકેલવા માટે અમે તેમને સહકાર પણ આપી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024