પાટણના ખાલકપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાઈ રહયા છે. જેથી ખાલકપુરાના સ્થાનિક રહીશો સહિત અહીંથી પસાર થતાં ખેડૂતો અને રાહદારીઓને આ રેલાઈ રહેલા ભૂગર્ભના ગંદા પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે.
આ અંગે નગરપાલિકાને મૌખિક અને લેખિતમાં આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તેમ છતાં ભાજપ શાસિત નગરપાલિકાના સતાધિકારીઓ બિલકુલ નિષ્ક્રિય જોવા મળી રહયા છે
તો સત્વરે આ ભૂગર્ભના જાહેર માર્ગો પર રેલાતાં ગંદા પાણી બંધ કરવામાં નહિ આવે તો પ્રજા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નગરપાલિકા આગળ હલ્લાબોલ કરી આ પ્રશ્નનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી પાલિકામાં ધરણા પર ઉતરવાની ચીમકી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ પટેલે આપી હતી.