- જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી.
પાટણ જિલ્લામાં 206 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લામાં આગામી તા.19 ડિસેમ્બરે યોજાનારી 206 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સોમવારથી સરપંચ અને વોર્ડ સદસ્યોની બેઠક માટે ઉમેદવારીપત્રો ભરાવાનો પ્રારંભ થયો હતો ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાલુકા મથકો પર મામલતદાર કચેરી ખાતે ફોર્મ સુપ્રરત કરી દેવામાં આવ્યા હતા.
સોમવારે સવાર થીજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ લેવા માટે. ઉમેદવાર ઉમટી પડ્યા હતા. પાટણ જિલ્લામાં 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને 29 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવાની છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ પ્રારંભ થયો હતો જેમાં આજે મામલતદાર કચેરી ખાતે ઉમેદવાર ફોર્મ લેવા માટે ઉમેદવારોની મોટી સંખ્યામાં આવ્યા હોવાની સાથે આ ઉમેદવારી ફોર્મ આગામી તા. 4 ડિસેમ્બર સુધી ભરી શકાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.