Web series Aashram
વેબ સીરીઝ ‘આશ્રમ’ (Web series Aashram) થોડા દિવસો પહેલા જ રિલીઝ થઇ હતી. આ વેબ સિરીઝની બીજી સિઝનનું ટીઝર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. બોબી દેઓલનું પાત્ર આ સીરીઝમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ‘આશ્રમ’ના પહેલાં પાર્ટમાં આસ્થા, રાજકારણ અને ક્રાઇમ ત્રણેયનું મિશ્રણ જોવા મળ્યું હતું. આસ્થાના નામે માસૂમ લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો ખેલ જોવા મળ્યો હતો.
આ ટ્રેલરમાં કાશીપુરવાળા નિરાલા બાબાના પાત્રમાં બોબી દેઓલ વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે. મેકર્સે આશ્રમની બીજી સીઝનનએ ‘ડાર્ક સાઇડ’ નામ આપ્યું છે. આ સીઝનમાં બતાવવામાં આવશે કે બાબા નિરાલા રાજ્યના બેતાજ બાદશાહ બની નિયમને પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. કેવી રીતે બાબા પોતાની રાજકીય તાકાતોને વધારશે આ સીઝનમાં બતાવવામાં આવશે.
11 નવેમ્બર 2020થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ થશે. આ સીઝનમાં બોબી દેઓલ ઉપરાંત અદિતિ પોહનકર, વિક્રમ કોચર, તુષાર પાંડે, સચિન શ્રોફ, અનુરીત્તા કે ઝા, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, અધ્યયન સુમન, ત્રિઘા ચૌધરી, રાજીવ સિદ્દીકી, રાજેશ સિંઘલ જોવા મળશે. તન્મય રંજન, પ્રીતિ સૂદ, જહાંગીર ખાન, કનુપ્રિયા ગુપ્તા અને નવદીપ તોમરની પ્રમુખ ભૂમિકાઓ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.