Patan

ડીઝલ પેટ્રોલ ઉપરનાં ટેક્સ દૂર કરી વધતી જતી મોંઘવારીને રોકવામા આવે : ચંદનજી ઠાકોર.

ડીઝલની અછતના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં એસ ટી બસ નો વ્યવહાર ઠપ્પ થવાની ભીતી..

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડીઝલની અછતને લઈને દરેક વ્યક્તિ પરેશાની ભોગવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ડીઝલ નો જથ્થો જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે પૂરો પાડવામાં આવે તેવી માંગ સાથે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્યરત બની છે અને છેલ્લા સાત વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય ડીઝલ પેટ્રોલના ભાવ પર વધારેલા ટેક્સને લઈને આમ આદમીને જિંદગી જીવવી દોહલ્ય બની છે.

જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ ડીઝલ પેટ્રોલના ભાવ વધારાને લઈને અનેક ટીકા ટિપ્પણીઓ મીડિયા સમક્ષ કરતાં જોવા મળતા હતા. ત્યારે હાલમાં રાજય અને કેન્દ્ર માં ભાજપની સરકાર માં ડીઝલની અછત વર્તાય છે જેના કારણે ગુજરાતના 125 એસટી ડેપો ઉપર પણ તેની અસર પડી છે. સાથે સાથે ડીઝલ પેટ્રોલના ભાવ વધવાના કારણે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે.

ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ડીઝલ પેટ્રોલ પરનો ટેક્સ દૂર કરી ડીઝલ પેટ્રોલ લોકોને પરવડે તે ભાવે અને જરૂરિયાત મુજબ જથ્થો ઉપલબ્ધ બનાવવા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી હોવાનો સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024