Mehsana Temple

ભારત માં માત્ર બે જ મંદિર છે, ત્યારે હિન્દૂ ભક્તો ઉત્તરાખંડ માં બિરાજમાન બદ્રીનાથ મંદિર દર્શન કરવા જતાં હોય છે, ઠંડી ની મોસમ, ટ્રાફિક અને ટ્રાવેલીગ ના સહન કરવું પડે અને દર્શન નો પૂરો લાભ મળી શકે, એવા જેતપુર માં બદ્રીનારાયણ મંદિરે ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે મંદિર ના મહંત પૂજ્ય જંગલી બાપુ પણ આ મંદિર ની મહત્તા વધે, તેમજ જેતપુર ગામની નામના વધે તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે.

તાજેતર માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સહિત પૂજા અર્ચનાનું વિશેષ ધ્યાન રાખતાં મહંત સાથે ગામજનો પણ તેમની સેવાકીય પ્રવૃત્તિ થી સંપૂર્ણ સંતુષ્ટ છે.
મંદિર પરિસર માં આવેલા શનિ મહારાજ ના મંદિરે પણ મહારાષ્ટ્ર ના શનિ સીંગળાપુર ની જેમ દર શનિવારે બપોરે 12 વાગે આરતી નું આયોજન થઈ રહ્યું છે.
મંદિર ની આવક નો ઉપયોગ પણ ગૌશાળા માં વપરાઈ રહ્યો છે, ત્યારે ગ્રામજનો આ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ થી ખુશ ખુશાલ છે.