DRDO

DRDO

ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંશોધકોએ વિકસાવેલી સ્વદેશી સબ-મશીન ગનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મશીન ગાન પરીક્ષણમાં સફળ નીવડી છે.

ડિફેન્સ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થયેલું મશીન ગનનું પરીક્ષણ સંતોષકારક રહ્યું હતું. આ સબ-મશીન ગન એક મિનિટમાં 700 ગોળીઓ છોડી શકવા સક્ષમ છે. આગામી સમયમાં 5.56 બાય 30 mmની આ સબ-મશીન ગન લશ્કરને મળશે.

આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો

ભારતની સરહદોના અલગ અલગ પ્રકારના તાપમાનને ધ્યાનમાં રાખીને આ ગનને ડિઝાઈન કરવામાં આવી છે. એક નિવેદનમાં કહેવાયું હતું કે મશીન ગનનું આ છેલ્લું પરીક્ષણ હતું. જેમાં ગન ઊંચા તાપમાનમાં અને આકરી ઠંડીમાં એટલે કે ઠંડી-ગરમી બંનેમાં કામ આપવા સક્ષમ છે કે નહીં તેનું છેલ્લું પરીક્ષણ થયું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024