ફાઇલ તસવીર
  • કોરોના ના કહેર વચ્ચે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં સાડા ત્રણ વર્ષના બાળકના ફેંફસામાં હતી એવી વસ્તુ કે ડૉક્ટર પણ ચોંકી ઉઠ્યા।
  • જગદીશ પરમાર કે જે અમરોલી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે તેમના પુત્ર રોહિત જેની ઉમર સાડા ત્રણ વર્ષ છે.
  • જગદીશ પરમાર ના પુત્ર રોહિતને ગત તા. ૧૬મીએ અચાનક ખાંસી શરૃ થઈ હતી, જેને કારણે રોહિતને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
  • રોહિત ને ત્યાં દાખલ કરાવ્યો પરંતુ તેને સતત ખાંસી આવતી જ હતી. તેની ખાસી માં કઈ ફરક દેખાતો નહતો.
  • આવી પરિસ્થિતિમાં ત્યાંના ડોક્ટર્સ ને રોહિત કોરોના સંક્રમિત હોઈ શકે તેવી આશંકાથી તેઓ એ રોહિત ને 25મી એ સિવિલ ખાતે દાખલ કરાવ્યો।
  • પુત્ર ને કોરોના થયો હશે તો તેવા ચિંતા થી ઘરમાં બધા ચિંતિત હતા.
  • સિવિલમાં દાખલ કરાયા બાદ પીડિયાટ્રિક વિભાગના તબીબોએ રોહિતનો એક્સરે કાઢી તપાસ કરાવી હતી.
  • તાપસ કરાવતા એક્સરે કોરોના જેવા ચિહ્ન રોહિતના ફેફ્સાં પાસે દેખાયા હતા.
  • તે સમયે પિતા જગદીશ પરમારે રોહિત ચણા ખાતી વખતે તેનાથી રમી રહ્યો હતો.
  • તે દરમ્યાન તેણે ખાંસી શરૃ થઈ હોવાની હોવાનું કહી કોરોના નહીં હોવાની શંકા વ્યક્ત કરી હતી.
  • આ સમગ્ર વાત ની જાણ ઇએનટી વિભાગના તબીબોને કરાઈ હતી.
  • મંગળવારે બપોરે પીડિયાટ્રિક અને ઇએનટી વિભાગના તબીબોએ રોહિતનું સિટીસ્કેન કરાવતા તેના ફેફ્સાના પ્રારંભના ભાગમાં ચણો ફસાયો હોવાનું સ્પષ્ટ થયું હતું.
  • મંગળવારે સાંજે પીડિયાટ્રિક વિભાગના ડો. અંકુર પટેલ અને એનેસ્થેસિયા વિભાગના તબીબોની મદદથી રોહિતને ઓપરેશન દ્વારા ફેફ્સાંના પ્રારંભના ભાગમાં ફસાયેલા ચણો બહાર કાઢી લેવાયો હતો.
  • અમરોલી પોલીસ મથકના કોન્સ્ટેબલના સાડા ત્રણ વર્ષના પુત્રના ફેફ્સાંમાંથી ચણો નીકળતા સૌ કોઈ ચોંકી ઊઠયાં હતા.
  • પિતાએ વ્યક્ત કરેલી શંકા બાદ પીડિયાટ્રિક અને ઇએનટી વિભાગના તબીબોએ સિટીસ્કેન કરી ઓપરેશન કરતા ફેફ્સાંના પ્રારંભના ભાગમાં ફસાયેલો ચણો બહાર કઢાયો હતો.
  • ચણો ફેફસામાં ફસ્યો હોવાથી ફેફસાએ બરાબર ક્રિયા કરવાનું બેન્ડ કરી દીધું હતું.
  • શ્વાસ નળીમાં ફસાયા બાદ ચણો ફેફસાં સુધી પહોંચી ગયો હતો.
  • ઓપરેશન સફળ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024