India shutdown
કૃષિ બિલના વિરોધમાં આજે 8મી તારીખે મંગળવારે ખેડૂતોએ સમગ્ર ભારત બંધ (India shutdown) નું એલાન આપ્યું છે. ઓડિશા ડાબેરી પાર્ટીઓ, ટ્રેડ યૂનિયનો અને ખેડૂત સંગઠનોએ સાથે મળી ભારત બંધમાં જોડાયા હતા. તેઓએ ભુવનેશ્વર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોના વ્યવહારમાં અડચણ ઊભી કરીને અનેક ટ્રેનો રોકી દીધી હતી.
Odisha: Left political parties, trade unions and farmer unions stop trains at Bhubaneswar Railway Station.
— ANI (@ANI) December 8, 2020
Farmer Unions have called #BharatBandh today, over Centre’s #FarmLaws. pic.twitter.com/C63X69FSlE
જયારે બિહાર સરકારે તમામ SPને આદેશ આપ્યો છે કે જો પ્રદર્શનકારી કાનૂન-વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરે તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવે. યુપીના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી. ભારત બંધ દરમિયાન પ્રદર્શન કરી રહેલા સપા કાર્યકર્તાઓએ બુંદેલખંડ એક્સપ્રેસ ટ્રેનને રોકી દીધી અને સૂત્રોચ્ચાર કર્યા.
Andhra Pradesh: Left political parties stage a protest in Vijayawada, in support of today’s #BharatBandh called by farmer unions, against Central Government’s #FarmLaws. pic.twitter.com/PsbrFNxlaL
— ANI (@ANI) December 8, 2020
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગ્રામીણ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. લખનૌ શહેર સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પણ પાંચ અથવા આનાથી વધારે વ્યક્તિઓ દ્વારા જુલૂસ, ધરણા-પ્રદર્શન, રેલી અને ઘેરાવા પર પ્રતિબંધ રહેશે.
આ પણ જુઓ : ગુજરાત ભારત બંધમાં કોંગ્રેસ દ્વારા હાઈ-વે પર સળગાવ્યા ટાયર
Maharashtra: Swabhimani Shetkari Saghtana staged ‘Bharat Bandh Rail Roko’ protest and briefly stopped a train today in Malkapur of Buldhana dist. They were later removed from the tracks by Police & detained.
— ANI (@ANI) December 8, 2020
Farmer Unions have called #BharatBandh today, over Centre’s #FarmLaws pic.twitter.com/syREnd7Iez
મહારાષ્ટ્ર સ્વામિમાની શેતકારી સંગઠને ભારત બંધ રેલ રોકો દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું. ઉપરાંત બુલઢાણાના મલકાપુરમાં આજે એક ટ્રેન રોકવામાં આવી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.