બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધરતી પુત્રો ચિંતિત થયા છે. ત્યારે ખેતી પાકોમાં કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભિતી સેવાઈ રહી છે.
આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે અમી છાંટણા શરૂ થયાં છે. જયારે કાંકરેજના કંબોઇ, શિહોરી, થરા, આકોલી સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ ની ધીમી ગતિએ એન્ટ્રી થતાં ખેડૂતો ના જીવ તાળવે ચોંટયા છે.
એક તરફ ઓમિક્રોન વાઇરસ, કોરોના મહામારી અને હવે ત્રીજી લહેર પ્રસરી ગઈ છે ત્યારે ખેડૂતને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાવા પામ્યો છે.