Mucormycosis
હાલ ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) બીમારી જોવા મળી રહી છે. ત્યારે હવે અમદાવાદ બાદ વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસીનો કેસ જોવા મળ્યો છે. વડોદરાની સયાજી અને ગોત્રી હૉસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના સાત કેસ સામે આવ્યા છે.
કોરોના ન થયો હોય તેવા લોકો પણ આ રોગનો શિકાર થઈ રહ્યાં છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ આ દર્દીઓ મ્યુકોરમાઈકોસીસના શિકાર થયા છે. વડોદરાના સાતમાંથી બે દર્દીઓને સારવાર માટે અમદાવાદમાં મોકલાયા છે.
આ પણ જુઓ : યુપીમાં પ્રદર્શન કરવા બદલ ખેડૂત નેતાઓને 50 લાખની નોટિસ ફટકારી
આ મ્યુકોરમાઇકોસીસ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને આંખ વચ્ચે તેમજ નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે.
સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.