Friendship
ખરો મિત્ર તો ભાગ્યશાળીને મળે. તો અમુક રાશિના જાતકો સારા મિત્રો સાબીત થાય છે. જીવનમાં ગમે તેવી ચડતી પડતી આવે તે સાથ ન છોડે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ પાંચ રાશિના જાતકો દિલથી મિત્રતા (Friendship) નિભાવે છે.
મકર રાશિ
જ્યોતિષશાસ્ત્ર મુજબ મકર રાશિના જાતકો સાચી મિત્રતા (Friendship) નિભાવતા હોય છે. આ રાશિનો જાતક સારા મિત્ર તરીકે સાબિત થાય છે. તથા મિત્રતા માટે તે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. તે હંમેશા તેના મિત્રની ખુશી અને દુ: ખમાં સાથે રહે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો સાચા મિત્રની ભૂમિકા નિભાવે છે. તેઓ તેમની મિત્રતા ખાતર કંઇપણ કરવા તૈયાર છે. જો કોઈ તેના મિત્ર અંગે ખરાબ બોલે તે સહન કરી શકતા નથી. દરેક પરિસ્થિતિમાં મિત્રને ટેકો આપીને ઢાલ જેવુ કામ કરતા હોય છે.
વૃષભ રાશિ
આ જાતકો તેમની મિત્રતા (Friendship) નું મહત્વ સમજી શકે છે. વૃષભ રાશિના જાતકો સાચી મિત્રતા નિભાવતા હોય છે. તે દરેક પરિસ્થિતિમાં તેના મિત્રનો સાથ આપે છે. ગમે તેવી સ્થિતિ કેમ ન હોય પોતાના મિત્રનો સાથ ક્યારેય છોડતા નથી.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો એક વખત કોઇ સાથે દોસ્તી બાંધે પછી આજીવન સાથ આપે. તેઓ તેમની મિત્રતા વિશે ભાવુક છે. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તે હંમેશાં મદદ કરે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો મિત્રતામાં નફો થયો કે નુકસાન તેવુ જોતા નથી. તથા મિત્રતા નિભાવવામાં ક્યારેય પાછી પાની કરતા નથી. તેમજ મિથુન અને ધન રાશિ સાથે આ રાશિના જાતકોને પાકી દોસ્તી હોય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.