changes from 1 november 2021

ઓક્ટોબર મહિનો (October 2021) પૂરો થવાનો છે. સોમવારથી નવેમ્બર મહિનો શરૂ થઈ જશે. નવેમ્બરની શરૂઆત થતાં ઘણા ફેરફાર થશે જેની અસર સીધી તમારી પર પડશે. પ્રથમ તારીખ એટલે કે 1 નવેમ્બર (1st November 2020) થી દેશભરમાં બેન્કિંગ, રસોઈ ગેસ બુકિંગ નિયમ, રેલવેના ક્ષેત્રમાં ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા ખિસા અને લાઇફસ્ટાઇલ પર પડશે.

1 નવેમ્બરથી થશે ફેરફાર

1 નવેમ્બરથી બેન્કમાં પૈસા જમા કરાવવાથી લઈને પૈસા ઉપાડવા સુધી ચાર્જ લાગશે. એટલે કે જ્યારે પૈસા જમા કરવા જશો ત્યારે ચાર્જ લાગશે. ગેસ સિલિન્ડર બુકિંગ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ સાથે રેલવેના ટાઇમ ટેબલમાં ફેરફાર થશે. આવો જાણીએ 1 નવેમ્બરથી શું બદલવાનું છે.

બદલાશે ટ્રેનોનું ટાઇમ ટેબલ

1 નવેમ્બરથી ભારતીય રેલવે (Indian Railway) દેશભરમાં ટ્રેનોના ટાઇમમાં ફેરફાર કરવાની છે. પહેલા 1 ઓક્ટોબરથી ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર થવાનો હતો, પરંતુ બાદમાં 31 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. હવે આ નવું ટાઇમ ટેબલ 1 નવેમ્બરથી લાગૂ થશે. તમને જણાવી દઈએ કે 13 હજાર યાત્રી ટ્રેનના સમય અને 7 હજાર માલગાડીના સમયમાં ફેરફાર થશે. એટલું જ નહીં દેશમાં ચાલનારી આશરે 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ 1 નવેમ્બરથી ફેરફાર થશે.

રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત


1 નવેમ્બરથી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. મહત્વનું છે કે એલપીજીની કિંમતોમાં વધારો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે LPG ના વેચાણ પર થનાર નુકસાનને જોતા સરકાર એકવાર ફરી એલપીજી સિલિન્ડરની કિંમત વધારી શકે છે.

ગેસ સિલિન્ડરની બુકિંગના નિયમ


1 નવેમ્બરથી રસોઈ ગેસ સિલન્ડર (LPG Cylinder) ની ડિલીવરીની સંપૂર્ણ પ્રક્રિયા બદલી જશે. ગેસ બુલિંગ બાદ ગ્રાહકોના રજીસ્ટ્રેડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડરની ડિલીવરી થઈ જશે તો તમારે આ ઓટીપીને ડિલીવરી બોયની સાથે શેર કરવો પડશે. આ કોડ સિસ્ટમ મેચ થઈ દવા પર તમને સિલિન્ડરની ડિલીવરી મળશે. એટલે કે હવે ડાયરેક્ટ સિલિન્ડર નહીં લઈ શકો.

Whatsapp થઈ જશે બંધ

આ સિવાય 1 નવેમ્બરથી કેટલાક આઈફોન અને એન્ડ્રોયડ ફોન્સ પર 1 નવેમ્બરથી વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. વોટ્સએપ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર 1 નવેમ્બરથી ફેસબુકની માલિકીવાળું પ્લેટફોમ એન્ડ્રોયડ 4.0.3 Ice Cream Sandwich, iOS 9, અને KaiOS 2.5.0 ને સપોર્ટ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024