School Principal
ભાવનગરના મહુવામાં ચોરી કરવા આવેલા ચોરે સ્કૂલના પ્રિન્સિપાલ (School Principal) ને ચોથા માળેથી નીચે ફેંકી દીધા હતા. અત્યારે પ્રિન્સિપાલને સારવાર માટે ભાવનગર શહેરમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.
આ બનાવ મહુવા ખાતે આવેલી લિટલ ફ્લાવર પ્રી-પ્રાયમરી સ્કૂલમાં બન્યો હતો. જો કે, આ સ્કૂલનું સંચાલન હોલી ફેમિલી સ્કૂલ (Holy Family School) તરફથી કરવાામાં આવે છે. આ સ્કૂલ મહુવા બાયપાસ રોડ પર આવેલી છે. અહીં સ્કૂલમાં રાત્રે ચોરી કરવા માટે એક શખ્સ ઘૂસ્યો હતો. તો આ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ જાગી ગયા હતા. પ્રિન્સિપાલ (School Principal) સ્કૂલમાં જ ઉપરના માળે રહેતા હોવાની માહિતી મળી છે.
- આ પણ વાંચો : PM Cares Fund ના પૈસા NDRF ફંડમાં ટ્રાન્સફર નહીં થાય : SC
- આ પણ વાંચો : ટૂંકું ને ટચ : Hotels Restaurants અંગે સરકારે લીધો આ મોટો નિર્ણય
પ્રિન્સિપાલ જાગી ગયાનું જાણ્યા બાદ ચોરને પકડાઈ જવાનો ડર લાગ્યો હોય તેમ તેણે પ્રિન્સિપાલને ચોથા માળેથી નીચે ધક્કો મારી દીધો હતો. ચોથા માળેથી પટકાયા બાદ પ્રિન્સિપાલ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ બનાવ બાદ પ્રિન્સિપાલ (School Principal) ને ભાવનગરની હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ મામલે પોલીસે ચોરને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.