Bihar

આજે બિહાર (Bihar) માં PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા 7 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. જો કે, વિધાનસભા ચૂંટણી અગાઉ બિહાર (Bihar) માં યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો સિલસિલો સતત ચાલુ છે.

આ તમામ પ્રોજેક્ટનો ખર્ચ 541 કરોડ રૂપિયા છે. આ અવસરે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા હતાં.  જો કે, આ 7 પ્રોજેક્ટ્સમાંથી ચાર પ્રોજેક્ટ્સ જળ આપૂર્તિ સંબંધિત, બે પ્રોજેક્ટ્સ સીવરેજ ટ્રીટમેન્ટ માટે અને એક પ્રોજેક્ટ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ સંલગ્ન છે.

પટણા નગર નિગમ ક્ષેત્ર હેઠળના બેઉરમાં નમામિ ગંગે યોજના હેઠળ બનાવવામાં આવેલા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીએ કર્યું. તો બીજી બાજુ મુંગેર નગર નિગમમાં AMRUT યોજના હેઠળ મુંગેર જલાપૂર્તિ યોજનાનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો.

તેમજ આ યોજના પૂર્ણ થશે ત્યારબાદ નગર નિગમ ક્ષેત્રના રહીશોને પાઈપલાઈનના માધ્યમથી શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. તો આ સાથે જ પીએમ મોદીએ નગર પરિષદ જમાલપુરમાં પણ AMRUT યોજના હેઠળ જમાલપુર જલાપૂર્તિ યોજનાનો શિલાન્યાસ કર્યો.

પીએમ મોદીએ નમામિ ગંગે યોજના હેઠળ મુઝફ્ફરનગરમાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ યોજનાનો શિલાન્યાસ પણ કર્યો. જે હેઠળ મુઝફ્ફરપુર શહેરના ત્રણેય ઘાટો (પૂર્વ અખાડા  ઘાટ, સીડી ઘાટ, ચંદવારા ઘાટ) નો વિકાસ કરાશે. તથા રિવર ફ્રન્ટ પર અનેક પ્રકારની મૂળભૂત સુવિધાઓ જેમ કે શૌચાલય, ચેન્જિંગ રૂમ, વોચ ટાવર વગેરે ઉપલબ્ધ થશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024