સોમવારે કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ બળતણ અંગે નવા રેગ્યુલેશન વિશે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વૈકલ્પિક બળતણ અંગે નવા રેગ્યુલેશનને નોટિફાઈ કર્યા છે. નીતિન ગડકરીએ એક ટ્વીટ કરી જણાવ્યું કે CNG (Compressed Natural Gas) થી પણ ઓછા ઉત્સર્જનવાળા H-CNGની ટેસ્ટિંગ પૂર્ણ થઈ છે.

તેમણે જણાવ્યું કે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ એ આ માટે સ્પેસિફિકેશન જાહેર કર્યું છે. H-CNGને ઓટોમોટિવ ફ્યૂલ તરીકે ઉપયોગ કરી શકાય છે. તથા ગડકરીએ ટ્વીટમાં વધુ લખ્યું કે, CNGની સરખામણીએ ઓછા ઉત્સર્જનવાળા H-CNG ની ટેસ્ટિંગ યુઝ પછી બ્યૂરો ઓફ ઇન્ડિયા સ્ટેન્ડર્ડે હાઇડ્રોજન યુક્ત કમ્પ્રેસ્ડ નેચુરલ ગેસ એટલે કે H-CNG ને ઓટોમોટિવ ફ્યૂલ તરીકે સ્પેસિફિકેશન જાહેર કરી દીધું છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે, સેન્ટ્રલ મોટર વ્હીક્લ એક્ટ, 1989માં સુધારાનું નોટિફિકેશન પણ જાહેર થઈ ચૂક્યું છે. તથા આ સંશોધન ઓટોમોટિવ ફ્યૂલ તરીકે H-CNG નો ઉપયોગ કરવા અંગે છે. તેમણે કહ્યું કે, આ પરિવહન માટે સ્વચ્છ ફ્યૂલનો વિકલ્પ તૈયાર કરવા તરફ એક સારું પગલું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024