Telegram
- લોકોને અત્યારે ઓનલાઈન પર સસ્તી વસ્તુઓ ખરીદવાનો શોખ ઉપડ્યો છે.
- તથા આ સસ્તી વસ્તુઓ માટે લોકો આડેધડ લિંક પર ક્લિક કરી દેતાં હોય છે.
- આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.
- ટેલિગ્રામ (Telegram) પર સસ્તી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વેચવાના નામે 3 યુવકોએ 1100 લોકો સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
- અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં પાન પાર્લર પર બેસતાં 3 શખ્સોએ ઓનલાઈન લોકોને છેતરવાની સ્કિમ બનાવી હતી.
- આ આરોપીઓ દ્વારા ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશન પર સસ્તાં ભાવે મોબાઈલ, લેપટોપ અને LED ટીવી જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વેચવાની જાહેરાત મૂકવામાં આવતી હતી.
- તો આ જાહેરાતની એડ પર ક્લિક કરીને જ્યારે લોકો ઓર્ડર આપતાં ત્યારે આ શખ્સો દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસા પોતાના ખાતામાં જમા કરાવી દેતા હતા.
- તથા 3 દિવસ પછી તમને વસ્તુની ડિલિવરી મળી જશે તેમ કહેતા હતા.
- પરંતુ 3 દિવસ બાદ જ્યારે વસ્તુ ન મળતાં લોકો પોતે છેતરાયા હોવાનો અનુભવ કરતા હતા.
- તેમજ જ્યારે જાહેરાતમાં આપવામાં આવેલ નંબર પર કોલ કરતાં ત્યારે તે બંધ આવતો હતો.
- પૈસા લઈ આ ઠગબાજ યુવકો ગ્રાહકનાં નંબરને બ્લોક કરી દેતાં હતા.
- સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઈને આ બાબતે બાતમી મળતાં તેઓએ ત્રણેય યુવકોની ધરપકડ કરી છે.
- આરોપીઓમાં અનિષ જોશી (રહે. નવાવાડજ), વિશાલ શર્મા (રહે. ચાંદલોડીયા) અને ધ્રુવ હિંગોલ (રહે. ચાંદલોડીયા) સમાવેશ થાય છે.
- આરોપીઓએ Telegram દ્વારા ચાર મહિનામાં 1100 લોકો સાથે 18 લાખની છેતરપિંડી કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow