પાટણ શહેરમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
પાટણ શહેર માં આજે ત્રણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ઓમિક્રોનની સંભવીત લહેર ને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઇડલાઇન નાં ચુસ્ત પાલન સાથે વિવિધ તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે શુક્રવારે પાટણ શહેરની શક્તિપાર્ક સોસાયટી,દેવદર્શન કોમ્લેક્સની પાછળ,પાટણ શહેર ખાતે 23 વર્ષીય પુરુષ અને 48 વર્ષીય પુરુષ તથા શહેરના વેદ ટાઉનશીપ ખાતે 26 વર્ષીય પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10 હજાર 667 પ્રકાશમાં આવ્યા છે. તો હાલમાં 1422 લોકોનાં કોરોના રિપોર્ટ પેન્ડીગ છે. જ્યારે 5 લાખ 72 હજાર 266 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાનાં કારણે 109 લોકોનાં મૃત્યુ નિપજયાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.