Toe Ring

આંગળીમાં વિછીયાં (Toe Ring) તમારા સ્વાસ્થ્યને પણ પૂરી રીતે તંદુરસ્ત રાખવામાં ખુબ જ મદદ કરે છે. બંને પગની આંગળીઓમાં વિછીયાં પહેરવાથી મહિલાનું માસિક ચક્ર પૂરી રીતે નિયમિત રહે છે. આ એક એક્યુપ્રેશરની જેમ પણ કામ કરે છે, જેનાથી નાભી સુધીની દરેક નાડીઓ અને પેશીઓ એકદમ યોગ્ય રહે છે અને યોગ્ય રીતે કાર્ય કરે છે.

વૈદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ ચાંદીમાં પૃથ્વીમાંથી ઉર્જા આકર્ષવાની ક્ષમતા છે. ચાંદી આ ઉર્જા સીધી ગર્ભ સુધી મોકલે છે. ચાંદી મનુષ્યના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી આ નાનકડી ચાંદીની વીંટી નસ પર પૂરતુ દબાણ આપે છે જેના કારણે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ યોગ્ય માત્રામાં પહોંચે છે અને ગર્ભાશય મજબૂત બને છે. વિછીયાં (Toe Ring) પહેરવાથી તમારી પ્રજનન ક્ષમતા પણ ખુબ જ સારી થાય છે. પગની બીજી આંગળી ની તંત્રિકાનો સબંધ સીધો ગર્ભાશય સાથે હોય છે.

Toe Ring

લગ્ન પછી મોટાભાગની મહિલાઓ પગની આંગળીમાં વિછીયાં (Toe Ring) જરૂર પહેરે છે. જો તમે વિચારો છો કે વિછીયાં પહેરવી ફક્ત મહિલાના પરણિત હોવાની નિશાની છે તો તમે પૂરી રીતે ખોટા છો. હકીકતમાં વિછીયા પહેરવા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે સ્ત્રી પગમાં વિછીયાં પહેરે છે, ત્યારે તે તેના હાડકાંને પણ મજબૂત બનાવે છે. હકીકતમાં જ્યારે પગના વિછીયાં વારંવાર મહિલાના પગ સાથે ઘસાઈ છે ત્યારે તેણી તેના હાડકાંને પણ મજબૂત બનાવે છે. બીજી માન્યતા એવી પણ છે કે પગમાં છડા પહેરવાથી મેરીડ સ્ત્રીઓના પગમાં સોજો થવાની સંભાવના ઓછી થાય છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024