Two EVMs were recovered from the garbage dump in Borsad and the system ran amok
  • બોરસદ : બે EVM મળતાં તંત્રમાં દોડધામ મચી
  • ઈવીએમ યુનિટ કચરાના ઢગલામાંથી મળતા અનેક તર્ક-વિતર્ક
  • પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી
  • વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી 

બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી મંગળવારે બે EVM યુનિટ મળી આવ્યા હતા. બોરસદ તાલુકાના અમિયાદ ગામની પેટાચૂંટણીમાં 6 વર્ષ પૂર્વે આ ઈવીએમ યુનિટ ઉપયોગમાં લેવાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ ઈવીએમ યુનિટ કચરાના ઢગમાં જોવા મળતા સરકારી તંત્ર દોડતું થયું હતું.

બીજી તરફ કચરાનાં ઢગમાં ઈવીએમ યુનિટ પડ્યા હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરતા બોરસદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તુરંત જ બોરસદ શાકમાર્કેટ પાછળ પહોંચી ગયા હતા અને ઘટના સ્થળેથી બે ઈવીએમ યુનિટ સહિત અન્ય સામગ્રી મેળવી સ્થળ પંચક્યાસ કર્યો હતો.

ઈવીએમ યુનિટ જેવી અત્યંત મહત્વની ચૂંટણીલક્ષી સામગ્રી આ રીતે કચરાનાં ઢગમાંથી બિનવારસી મળતા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બોરસદ ખાતે કચરાંના ઢગમાંથી મળેલા બે બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પૈટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માં વપરાયા હતા. આ સમગ્ર મામલે કલેક્ટરે તપાસના આદેશ કરતા બોરસદ પ્રાંત અધિકારીએ બંને બેલેટ યુનિટ કબ્જે લઈ બોરસદ શહેરના પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી હતી. સાથે સાથે જિલ્લા કલેક્ટરે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી અને કર્મચારીની વિગતો લઈ તેમને કારણદર્શક નોટિસ પાઠવી ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કર્યો હતો.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024