દિલીપસિંહ રાજપૂત, Banaskantha : કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના બે યુવકો શુક્રવારે સાંજે બાઈક લઇને થરા કામ અર્થે જઇ રહ્યા હતા. ત્યારે ટોટાણા બસ સ્ટેન્ડ નજીક કાર ચાલકે સામેથી ટક્કર મારતા (Accident) બે યુવકોને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં કરુણ મોત નિપજ્યા હતા. આમ બે યુવકોના મોતને લઇ સમગ્ર ટોટાણા પંથકમાં શોકની લાગણી ફેલાઇ હતી. અકસ્માત કરનાર કાર ચાલક કાર મૂકી ફરાર થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના કનુભાઈ રઘનાથભાઈ દેવીપૂજક (ઉં.વ.35) અને અરવિંદજી અમરતજી ઠાકોર (ઉં.વ.22) શુક્રવારે સાંજે બાઇક લઇને ટોટાણાથી થરા જવા નિકળ્યા હતા. ત્યારે ટોટાણા બસ સ્ટેન્ડથી થરા તરફ જતાં ધારશીભાઇના ખેતર નજીક સામેથી આવી રહેલ જીજે-01 -ડબલ્યુએફ-992 0 નંબરના કાર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી બે બાઇક સવાર મિત્રોને સામેથી જોરદાર ટક્કર મારી હતી. જેમાં કનુભાઇ દેવીપૂજકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે અરવિંદજી ઠાકોરને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે 108 માં થરા રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાની જાણ થરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળએ પહોંચી લાશને પીએમ માટે થરા રેફરલમાં લાવી પીએમ કરાવી લાશનો કબજો વાલી વારસોને સોંપ્યો હતો અને અકસ્માત કરી ફરાર થનાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans