પાટણના નાયકા-સમી રોડ પર બાઈક અને કારના અકસ્માતમાં બે શિક્ષકોના મોત

પોસ્ટ કેવી લાગી?

Patan News : પાટણ જિલ્લાના નાયકા સમી માર્ગ પર મંગળવારના રોજ બાઇક સવાર બે શિક્ષકોને સ્વીફ્ટ કારના ચાલકે ટક્કર મારતા બન્ને શિક્ષકોના કરૂણ મોત નીપજતા પરિવારજનો મા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.

આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ મંગળવારના રોજ સમી તરફથી બાઇક લઈને આવી રહેલા ટોકરભાઈ તેજાભાઈ નિવૃત્ત શિક્ષક અને નાની ચંદુર સ્કૂલના શિક્ષક મધાજી ઠાકોરને માગૅ પરથી પુરઝડપે આવી રહેલ swift ગાડીના ચાલકે ટકકર મારતા ટોકરભાઈ તેજાભાઈ નિવૃત શિક્ષકનું ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે મઘાજી ઠાકોર નાની ચદુરના શિક્ષકને ગંભીર ઈજાઓ પહોચી હોય જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવે તે પહેલાં તેઓનું પણ મોત નિપજ્યું હતું.

આ માગૅ અકસ્માતના બનાવને લઈને મૃતક બન્ને શિક્ષકોના પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.અકસ્માતના બનાવની જાણ પોલીસ તંત્રને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક નિવૃત્ત શિક્ષકની લાશનુ પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો પાટણ સારવાર અર્થે પહોચે તે પહેલાં જ મોતને ભેટેલા શિક્ષકની લાશ નું પણ પી એમ કરાવી આગળ ની તજવીજ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures