Virtual sex

  • કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન વર્ચ્યુઅલ સેક્સ (Online Virtual sex) નો વેપાર ધમધમી રહ્યો છે.
  • વર્ચ્યુઅલ સેક્સ (Virtual sex) ના બહાને સોશિયલ નેટવર્ક પર સક્રીય થયેલી ગેંગ નાણાં પડાવવા યુવાનોને ટાર્ગેટ કરે છે.
  • તો વિશ્વની સૌથી મોટી એક પોર્ન વેબસાઇટે દાવો કર્યો છે કે, લોકડાઉનના 25 માર્ચથી 4 મે ના સમયગાળા દરમિયાન ભારતનો ટ્રાફિક 95 ટકા વધ્યો હતો.
  • ત્યારે એક લગ્નેતર ડેટિંગ સંસ્થા મુજબ લોકડાઉનના સમયગાળામાં 70 ટકા રજિસ્ટ્રેશન ભારતીયોનું હતું.
  • ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેક્સ (Virtual sex) ના એકાઉન્ટમાં 150 ટકાનો વધારો થતો તેવું સાયબર એક્સપર્ટ મયૂર ભૂસાવળકરનું કહેવું છે.
  • આ લોકડાઉન દરમિયાન ઓનલાઇન વર્ચ્યુઅલ સેક્સના બહાને ખાનગી કોલેજના વિદ્યાર્થી, ટયૂશન ક્લાસ સંચાલક અને ખાનગી કંપનીમા ઉચ્ચ હોદ્દા પર કામ કરતી મહિલા સહિત સાતે યુવકોને બ્લેકમેલનો ભોગ બન્યાં છે.
  • સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ પર સેક્સ વર્કર્સ સાથે ચેટનું રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકી આપી નાણાં ખંખેરાયા હોવાના કિસ્સા બન્યા છે.
  • તેમજ વીડિયો કોન્ફરન્સિંગ થકી બ્લેકમેલ કરી લોકોને ઠગવાના ઈરાદે વર્ચ્યુઅલ સેક્સ (Virtual sex) ની મોડસ ઓપરેન્ડી અપનાવે છે.
  • આ જ કાર્યપદ્ધતિથી શહેરના વિદ્યાર્થી, શિક્ષક અને નોકરીયાત મહિલા સહિતના સાત જેટલા યુવાનોને નાણાં પડાવવા બ્લેકમેલ કરાયું હોવાના કિસ્સા બન્યાં છે.
  • તો વિદેશની એક ન્યૂડ મોડલે વીડિયો કોલથી વાતચીત દરમિયાન ખાનગી કોલેજના વિદ્યાર્થીનું રેકોર્ડિંગ કર્યું અને બાદમાં 1 હજાર USDની ખંડણી માંગી હતી.
  • જ્યારે બીજા કિસ્સામાં વર્ચ્યુઅલ સેક્સ (Virtual sex) ના બહાને ટયૂશન ક્લાસના સંચાલક સાથે અજાણી યુવતીએ વીડિયો કોલથી વાત કરી હતી.
  • બંને વચ્ચે ચાર-પાંચ દિવસની ચેટ થઈ હતી.
  • બાદમાં યુવાનના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા મોકલી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકીઓ અપાઈ હતી.
  • યુવકે બદનામીના ડરથી 25 હજાર ગુમાવ્યાં હતાં.
  • જો કે, ઓનલાઇન સેક્સની ઘણી ફરિયાદો આવી રહી છે.
  • નાણાં ગુમાવનાર પોલીસનો સંપર્ક કરી વિગતો આપે છે પરંતુ બદનામીના ડરથી ફરિયાદ નોંધવવા તૈયાર થતાં નથી.
  • ઠગાઈ થઈ નથી તેવા લોકો ઇન્ફોર્મર તરીકે આવે છે.
  • ભોગ બનનારને ડરવાની જરૂર નથી, તેઓ બેધડક પોલીસનો સંપર્ક કરી શકે છે.
  • પોલીસ તેઓના નામ ગુપ્ત રાખશે.
  • સાયરબ એક્સપર્ટ મયૂર ભૂસાવળકરે નીચેની વાતો જણાવી કે,
  • ઓનલાઇન સેક્સને લગતા સાહિત્યને સર્ચ એન્જિનમાં શોધવું નહીં.
  • ડેટિંગ સાઇટ્સ કે સેક્સ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું નહીં.
  • અજાણ્યા નંબરના વીડિયો કોલ પર વાત કરતાં પહેલાં ચકાસણી કરવી જરૃરી.
  • પ્રત્યક્ષ ઓળખાણ હોય તેની જ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વિકારવી હિતાવહ છે..
  • સાયબર એક્સપર્ટ મયૂર ભૂસાવળકરે ઉમેર્યું હતું કે, એક યુવાને સેક્સ વર્કર્સની વેબસાઇડની વિઝીટ કરી ચેટમાં તેનો નંબર લખ્યો હતો.
  • ગણતરીના સમયમાં તેના ફોન પર પાંચથી વધુ મોડલના ફોટા ફોરવર્ડ થયાં હતાં.
  • કોઈ એકને પસંદ કરવાની માંગણીનો યુવાને અસ્વિકાર કરતાં તેની પર ધમકીઓનો મારો શરૃ થયો હતો.
  • ગભરાયેલા યુવકે રૂપિયા 10,000 ગુમાવી છૂટકારો મેળવયો હતો.
  • મયૂર ભૂસાવળકરે વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી પરણિત મહિલાએ ફેસબુક પર એક યુવતીને ફ્રેન્ડ બનાવી હતી.
  • એક દિવસ રાતે 12.30 તે યુવતીના મેસેન્જર પરથી વીડિયો કોલ આવ્યો.
  • વીડિયોમાં ન્યૂડ યુવાનને જોઈ પરીણિતા હેબતાઈ ગઈ હતી.
  • 10,000 આપ્યા બાદ પણ પરણિતાને બદનામ કરવાની ધમકી મળતી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024