3 ગામોની મહેસૂલી આવક ધરાવાય છે બહુચર માં ના ચરણે
બેચર, ડેડાણા અને ડોડીવાળા ને ગાયકવાડે ઈનામી ગામ જાહેર કર્યા હતા.
આ ત્રણ ગામોની મહેસૂલી આવક દીવા બત્તી માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.
ત્રણ ગામની મહેસૂલી આવકનો રૂ.42000 નો ચેક માતાજી ના ચરણોમાં ધરાવાયો.
સદીઓથી મંદિરમાં ચાલતી આવી છે આ પરંપરા.
સામાન્ય રીતે મહેસૂલી આવક તો સરકારમાં જમાં થતી હોય છે. પરંતુ મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમા માં બહુચરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરાથી આજે આપને અવગત કરાવીએ. જેમાં બહુચરાજી તાલુકાના 3 ગામોની મહેસૂલી આવક માં બહુચરના ચરણે ધરાવાય છે. જેમાં બહુચરાજીના બેચર, ડેડાણા અને ડોડીવાળાને ગાયકવાડે ઈનામી ગામ જાહેર કર્યા હતા. જે ત્રણ ગામોની મહેસૂલી આવક સદીઓથી દીવા બત્તી માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.
ચાલુ વર્ષે આ ત્રણ ગામની મહેસૂલી આવકનો રૂ.42000 નો ચેક માતાજી ના ચરણોમાં ધરાવાયો હતો. સદીઓ પહેલા શક્તિપીઠ બહુચરાજી મંદિરના પુનઃ નિર્માણ બાદ ધ્વજા રોહણ કરનાર ગાયકવાડે આ ત્રણ ગામો જાહેર કર્યા હતા. જે પરંપરા આજે પણ ચાલતી આવી છે. આમ જોવા જઈએ તો બહુચરાજી મંદિરમા દાન ની આવતી લાખો કરોડોની આવક સામે 42000 સામાન્ય લાગતા હશે. પરંતુ, દીવા બત્તી માટે અપાતી આ રકમ જાણે અમૂલ્ય છે.
ઉલ્લેખનિય છે કે, રાજા રજવાડાઓ સમયમાં વિવિધ મંદિરોમાં દીવા બત્તી કે નિભાવ ખર્ચ માટે સાલિયના કે જાગીર આપવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ પાસે મોટી રકમ અનામત છે. ઉપરાંત સોના ચાંદીના વાસણો, ઘરેણાં પણ છે. 300 કરોડથી વધુ કિંમતનો ગાયકવાડી સમયનો અમૂલ્ય હાર પણ છે. જેની સામે દીવા બત્તી માટે મામલતદાર કચેરીએ થી મહેસૂલી આવકમાંથી ચૂકવાતા 42000 એ ઓછા નહી અમૂલ્ય છે તે બેમત નથી.