ન્યૂયોર્કમાં મંગળવારે ગોળીબારની ઘટના બની છે. આ ઘટના ન્યૂયોર્કના Brooklyn સબવે સ્ટેશન પર બની છે. વિદેશી મીડિયાના રિપોર્ટ પ્રમાણે ગોળીબારની ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ડમેન્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર ઘણા લોકોને ગોળી વાગી છે. આ ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 13ને ઈજા થઈ છે.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કુલ પાંચ લોકોને ગોળી વાગી છે. પોલીસ પ્રમાણે ઘટના બાદ મેટ્રો સ્ટેશન પર ધુમાડો પણ જોવા મળી રહ્યો છે. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી છે. શરૂઆતી તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે ગોળી ચલાવનાર વ્યક્તિ મેટ્રો સ્ટેશનમાં કન્સ્ટ્રક્શન વર્કરના કપડામાં આવ્યો હતો. પોલીસ સ્થળ પર રહેલા સીસીટીવીને તપાસી રહી છે. આ એક આતંકી હુમલો છે કે કોઈ અન્ય ષડયંત્ર, હજુ તે સ્પષ્ટ થયું નથી.
અત્યાર સુધી ફાયરિંગમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તો પોલીસ તરફથી ઘટનાસ્થળે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ન્યૂયોર્ક શહેરમાં મેટ્રો સેવાને રોકી દેવામાં આવી છે. આ હુમલાને અમેરિકી સમય અનુસાર સવારે 8.30 કલાકે અંજામ આપવામાં આવ્યો છે. આ તે સમય છે જ્યારે મેટ્રોમાં મોટી સંખ્યામાં લોકો યાત્રા કરે છે અને સ્ટેશન પર ભીડ રહે છે. આ હુમલામાં કેટલા આરોપી સામેલ છે, તેને લઈને કોઈ જાણકારી મળી નથી.
પરંતુ પોલીસને ઘટનાસ્થળેથી હજુ સુધી કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. લોકોને અપીલ કરવામાં આવી કે તેમને કંઈ શંકાસ્પદ મળે તો તત્કાલ પોલીસનો સંપર્ક કરવામાં આવે.