Unlock 4

Unlock 4

31 ઓગસ્ટના રોજ અનલોક-3 પૂરું થઈ રહ્યું છે. આ દરમિયાન સરકાર દ્વારા અનલોક 4 ને લઈ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. Unlock 4 મુજબ 7 સપ્ટેમ્બરથી મેટ્રો રેલને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત ગૃહ મંત્રાલયે મેટ્રોને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સિસ્ટમ અંતર્ગત મેટ્રો સેવા ફરીથી શરૂ કરાશે. આ માટે એક સિસ્ટમ બનશે. તેમજ અનલોક 4 દરમિયાન સ્કૂલ કોલેજો હજુ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત 21 સપ્ટેમ્બર 2020થી ઓપન એર થિયેટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ જુઓ : New Delhi રેલવે સ્ટેશન પરથી 504 સોનાના બિસ્કિટ સાથે 8 વ્યક્તિની ધરપકડ

આ ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટસ, એન્ટરટેનમેન્ટ, પોલિટિકલ ફંકશનમાં 21 સપ્ટેમ્બરથી 100 લોકોને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ સ્વિમિંગ પૂલ, સિનેમા હોલ, આંતરરાષ્ટ્રીય ઉડાન હાલ બંધ રહેશે.

આ પણ જુઓ : Patan : પાટણમાં ચાલતી કારમાં લાગી આગ

ઉપરાંત 21 સપ્ટેમ્બર બાદ 9 થી 12 ના વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શકશે. 21 સપ્ટેમ્બરથી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ્સ કે જે માત્ર પીએચડી રિસર્ચ માટે જ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ કે જેઓ ટેક્નીકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સ સાથે સંકળાયેલા છે અને લેબોરેટરી તેમજ એક્સપેરિમેન્ટની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓને છુટ આપવામાં આવશે. તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટ આપવામાં આવી નથી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024