Urvashi Rautela
બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના ‘અરબ ફેશન વીક’ ફેશન શોમાં શો સ્ટોપર હતી. એક્ટ્રેસ અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનનાર પ્રથમ ભારતીય મહિલા છે.
ઉર્વશી રૌતેલાને ડિઝાઇનર ફર્ન અમેટોની શોર્ટ ફિલ્મમાં ફીચર કરવામાં આવી હતી. તેમાં તે ‘ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્ર’ના રોલમાં જોવા મળી. ઉર્વશીએ પોતાના રોલમાં જે આઉટફિટ પહેર્યો હતો, આ ડ્રેસ સારી ક્વોલિટીના સોનામાંથી બનેલો છે. જેની કુલ કિંમત મિલિયન ડોલર અથવા લગભગ 37 કરોડ રૂપિયા છે.
આ પણ જુઓ : ઉત્તર ગુજરાતના રેલ્વે યાત્રીઓ માટે રૂ.787 કરોડના ખર્ચે રેલવે લાઈનનું ગેજ કન્વર્ઝન થશે
ઉર્વશી રૌતેલાની એક સુંદર અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ફેશન આઇકન પણ છે. અરબ ફેશન વીક દરમિયાન જ ઉર્વશી રૌતેલા સ્ટારર ફર્ન અમેટોની એક શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થઇ, જેમાં તેમણે ‘ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા’નું પાત્ર ભજવ્યું છે. ઇજિપ્તની રાણીના પાત્રમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.