US Election 2020

US Election 2020

અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Election 2020) છે. આ ચૂંટણી (US Election 2020)ને લઇ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને (Joe Biden) કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેમનું પ્રશાસન ભારત પર આવનારા દરેક જોખમનો મુકાબલો કરવા માટે ભારતની પડખે રહેશે.

જો બિડને ભારત અને અમેરિકા વચ્ચેના ‘સંબંધો’ વધુ મજબુત બનાવવા માટે આહ્વાન કર્યું. તેમણે H1-B વિઝા વિરુદ્ધ એક્શન લેવા બદલ ટ્રમ્પની ટીકા પણ કરી અને વચન આપ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ભારતીય સમુદાય પર ભરોસો કરતા રહેશે. 

બિડને કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો હું આગળ પણ તેમાં વિશ્વાસ ચાલુ રાખીશ. તેમણે કહ્યું કે  તેઓ બંને દેશો વચ્ચે બેતરફી વેપારના વિસ્તાર પર કામ કરશે અને જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા જેવા મુદ્દાઓનો મળીને સામનો કરશે. 

આ પણ જુઓ : Rahul Gandhi એ ચીન મામલે PM નરેન્દ્ર મોદીને ફરી ઘેર્યા

બિડને ભારતના સ્વતંત્રતા દિવસ પર ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું કે, ’15 વર્ષ પહેલા હું ભારત સાથે ઐતિહાસિક પરમાણુ સંધિને સ્વિકૃતિ અપાવવા માટે ચાલી રહેલા પ્રયત્નોનું નેતૃત્વ કરી રહ્યો હતો. મેં તે સમયે પણ કહ્યું હતું કે જો ભારત અને અમેરિકા નીકટના મિત્ર અને ભાગીદાર બની જાય તો આ દુનિયા એક સુરક્ષિત સ્થળ બની જશે.’

આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

જો બિડને કહ્યું કે ભારતીય મૂળના અમેરિકી લોકો પ્રત્યે તેમનું પૂરેપૂરું સમર્થન ચાલુ રહેશે. મારા સહયોગી ભારતીય છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024