- જો પગલાં નહીં લો તો 2027માં યુપીમાં હારીશું : BJP MLA
- ભાજપના MLAએ મોદી સરકારને આપી ચેતવણી
- ભાજપના જ ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ભાજપના જ ધારાસભ્ય રમેશચંદ્ર મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય પોતાની જ યોગી સરકાર પર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.
ધારાસભ્ય મિશ્રાનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો 2027માં યુપીમાં ભારતીય જનતા પાર્ટી(BJP) ની સરકાર નહીં બની શકે. આ પાછળ તેમણે તર્ક પણ આપ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી કેન્દ્ર આ મામલે હસ્તક્ષેપ નહીં કરે ત્યાં સુધી સરકાર નહીં બને. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ જ કારણ છે કે જૌનપુરની બદલાપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપના જ MLAએ મોદી સરકારને આપી મોટી ચેતવણી #UttarPradesh #RameshChandraMishra #BJP #MLA #2027AssemblyPolls #NarenderModi #UP #Yogi #Congress #INDIAAlliance #Jaunpur #PTNNews pic.twitter.com/IfMI3tNETP
— PTN News (@Ptnnewsofficial) July 13, 2024
મિશ્રાએ એમ પણ કહ્યું કે અધિકારીઓ અહંકારી બની ગયા છે અને જનતાની ફરિયાદો સાંભળતા નથી. એટલું જ નહીં, તેઓ જનપ્રતિનિધિઓને પણ માન આપતા નથી અને મનમાની કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય નેતૃત્વએ હસ્તક્ષેપ કરીને મોટો નિર્ણય લેવો પડશે. તો જ કંઈક થશે અને ઉત્તર પ્રદેશમાં ફરી સરકાર બનશે. અન્યથા વર્તમાન માહોલ પરથી લાગે છે કે 2027માં પણ સરકાર નહીં બને.