- વડોદરામાં ગઈકાલે સમી સાંજે 10 મીમી વરસાદ
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- શહેરમાં વરસાદની કમી મહેસુસ થતા ઉકાળાટ
વડોદરા શહેરમાં ગઈકાલે સમી સાંજે ધીમી ધારે સતત એકાદ કલાકમાં 10 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે વડોદરામાં સીઝનનો કુલ 186 મીમી (7.75 ઇંચ) નોંધાયો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડભોઇ તાલુકામાં 50 મીમી (2 ઇંચ) સાથે મોસમનો કુલ વરસાદ 22.91 મીમી થયો છે. જોકે જિલ્લાના પાદરા તાલુકામાં સીઝનનો સૌથી વધુ વરસાદ 27.93 મીમી નોંધાયો છે.
પરંતુ હજી પણ શહેરમાં વરસાદની કમી મહેસુસ થતા ઉકાળાટ સમતો નથી. જોકે આવા નજીવા વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા સ્થાનિક લોકોને પાણીજન્ય રોગચાળાના ઉપદ્રવનો ભય સતાવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનું માનવામાં આવે છે. ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે થયેલ ઠેર પાણી ભરાઈ ગયા હતા જેમાં અનેક વાહન ચાલકોના વાહનો ફસાઈ ગયા હતા.
વડોદરા શહેરમાં સમી સાંજે ઘેરાયેલા વાદળાના કારણે ધીમી ધારે એકાદ કલાક વરસાદ વરસ્યો હતો. પરંતુ હજી પણ શહેરમાં વરસાદની કમી મહેસુસ થતા ઉકાળાટ સમતો નથી. જોકે આવા નજીવા વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા સ્થાનિક લોકોને પાણીજન્ય રોગચાળાના ઉપદ્રવનો ભય સતાવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનું માનવામાં આવે છે. ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે થયેલ ઠેર પાણી ભરાઈ ગયા હતા જેમાં અનેક વાહન ચાલકોના વાહનો ફસાઈ ગયા હતા.
જિલ્લામાં સીઝનનો સૌથી વધુ વરસાદ ડભોઇ તાલુકામાં 226 મીમી અને સીઝનનો સૌથી ઓછો વરસાદ સાવલી તાલુકામાં 70 મીમી નોંધાતા ખેડૂતો ઘેરી ચિંતા મુકાયા છે. સમગ્ર વડોદરા જિલ્લામાં નિયત મર્યાદા કરતા વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે…