Ahmedabad

Vadodara

વડોદરા (Vadodara)ના ઘાઘરેટિયા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ભાઇ, ભાભી સાથે રહેતી 20 વર્ષની શોભિતા રામજીયાવન ગાજી પટેલ નામની યુવતીને 8 વર્ષ પૂર્વે ટી.બી.ની બીમારી થઈ હતી.સારવાર શરુ કર્યા પછી તેની તબિયત સારી હતી. પરંતુ,છેલ્લા દોઢ વર્ષથી ફરીથી તેને ટી.બી.ની અસર થઇ હતી. જેથી તે સતત ટેન્શનમાં રહેતી હતી.

ગઇકાલે સાંજે તેનો ભાઇ મજૂરી કામે ગયો હતો અને ભાભી શાકભાજી લેવા માટે બહાર ગયા હતા.તે દરમિયાન શોભિતાએ દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

તેના ભાભી શાકભાજી લઇને ઘરે આવ્યા ત્યારે શોભિતા લટકતી હતી. તેમણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.અને શોભિતાને નીચે ઉતારી હતી. ટી.બી.ની બીમારીથી કંટાળીને તેને આપઘાત કરી લીધો હોવાનુ અનુમાન હાલમાં સેવાઇ રહ્યુ છે. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.