Vadodara
વડોદરા (Vadodara) માં છેલ્લા ચાર દિવસથી વરસતા હળવાથી ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. તો છેલ્લા ચાર દિવસ માં 7 ઇંચ કરતાં વધુ વરસાદના કારણે આજવા સરોવરની સપાટી 211 ફૂટને પાર થઈ છે. તથા વિશ્વામિત્રી નદીની સપાટી 18.20 ફૂટ જેટલી થઈ છે. Vadodara માં અત્યાર સુધી સિઝનનો 54 ટકા વરસાદ વરસ્યો.
વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. જેથી હવે વડોદરાના માથે ફરી એકવાર પૂરનું સંકટ ઉભુ થવાની શક્યતા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી. ત્યારે આ વર્ષે ફરી એ જ સ્થિતિ પેદા થવાની તૈયારી છે. વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. જ્યારે હાલ નદીનું લેવલ 22 ફૂટે પહોંચી ગયું છે.
વડોદરા (Vadodara) માં વરસેલા વરસાદને લઈને જળચર પ્રાણીઓ નદી-નાળામાંથી બહાર આવી રહ્યા છે. ત્યારે શહેરના કારેલીબાગમાં રાતના સમયે અંદાજિત 6 ફૂટનો મગર રસ્તા પર જોવા મળ્યો. જેથી લકોમાં ફફડાટ જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે વિશ્વામિત્રી નદી શહેરની મધ્યમાંથી પસાર થાય છે. જેમાં મોટી માત્રામાં મગરો પણ માનવવસ્તી વચ્ચે વસવાટ કરે છે. ત્યારે નદીમાં જળસ્તર વધતા મગરો રસ્તા પર આવી જાય છે.
- આ પણ વાંચો : 74th Independence Day ની પાટણ જિલ્લામાં ઉજવણી
વિશ્વામિત્રી 22 ફૂટે પહોંચી જતા સયાજીગંજ સુભાષનગરમાં લોકોના ઘર ડૂબ્યા છે. સુભાષનગર ગરનાળામાં પણ પાણી ભરાયાં છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. પાણી ભરાવાથી વડોદરાવાસીઓને સૌથી વધુ ડર મગરોનો લાગી રહ્યો છે. જેઓ વિશ્વામિત્રી નદીની સપાટી ઉંચી આવતા જ બહાર આવી જાય છે. લોકોને પાણી ભરાવાથી મુશ્કેલી પડી રહી છે, પણ સાથે જ મગરનો પણ ડર લાગી રહ્યો છે.
વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભયજનક લેવલ વટાવી જતા તંત્ર પણ એલર્ટમાં આવી ગયું છે. તો મોટાપાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરાવામાં આવી છે. ભયજનક લેવલની નજીક પહોંચી જતા લોકોને ગયા વર્ષનું પૂર યાદ આવી ગયું છે. જેમાં જ્યાં જુઓ ત્યાં પાણીની ભયાવહ તસવીરો લોકોની નજર સામે તરી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.