Vadodara
ગુજરાતમાં વડોદરા (Vadodara)માં શાળા અને ટ્યુશન જવા માટે બંધાવાયેલી રીક્ષાના ડ્રાઇવર દ્વારા સગીર વિદ્યાર્થીનીઓનાં ઘરે જઇ શારીરિક અડપલા કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. સગીર વિદ્યાર્થીનીઓ ઘરમાં એકલી હતી ત્યારે આ ડ્રાઇવર આવ્યો હતો. આ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા એક પરિવારની સગીર છોકરીઓને શાળા અને ક્લાસ જવા માટે આજવા રોડ પર આવેલી આદર્શનનગર સોસાયટીમાં રહેતા દિનેશ ભાવસારની ઓટો રીક્ષા બંધાવી હતી.
આ પણ જુઓ : કોરોનાના ટેસ્ટની કિમત માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત..
ઓટો રીક્ષા ચાલક રોજે વિદ્યાર્થીનીઓને શાળા અને ટ્યુશને લઇ જતો હતો. 30 નવેમ્બરે વિદ્યાર્થીનીઓ સાંજના સમયે ઘરે એકલી હતી. દરમિયાન ઓટો રીક્ષા ચાલક દિનેશ ભાવસાર ઘરે આવી ચડ્યો હતો. વિદ્યાર્થીનીઓએ અંકલ કહીને તેમને અંદર આવવા માટે જણાવ્યું હતું. રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓને પોતાના ખોળામાં બેસવા માટે જણાવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીનીએ ખોળામાં બેસવાનો ઇન્કાર કર્યો હતો.
ત્યારબાદ દિનેશે તેના અંગો પર હાથ ફેરવીને શારીરિક અડપલા કર્યા હતા અને છેડતી કરી હતી. વિદ્યાર્થીનીઓએ આ અંગેપરિવારજનોને જાણ કરતા પરિવાર દ્વારા રીક્ષા ચાલક દિનેશ ભાવસાર વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.