હોટેલમાં ઘૂસી ગ્રાહકો અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો વાઇરલ થયો, જુઓ CCTV
Vadodara : વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના PSI ફરી વિવાદમાં આવ્યા છે. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર (PSI K.P Dangar)દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકો અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો વાઇરલ (Video Viral)થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
CCTV વાઇરલ
હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં પહોંચ્યા હતા અને ચા પી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા હતા. જેના CCTV ફૂટેજનો વીડિયો વાઇરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરીવારને સાથે રાખી પોલીસભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગ કરી હતી. આ અંગે પીએસઆઈનો સંપર્ક કરવા જતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો.
આ અગાઉ લોકડાઉન દરમિયાન છાણી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં બૂટ પહેરીને ઘૂસી જઈ ધાર્મિક ગુરુ સાથે બેહુદું વર્તન થયું હતું. PSI કે.પી. ડાંગર દ્વારા કરાયેલા આ વર્તનને કારણે મોટો વિવાદ થયો હતો અને શીખ સમુદાયની ઉગ્ર રજૂઆત બાદ PSIની બદલી કરી દેવામાં આવી હતી.
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.