Vadodara

વડોદરા (Vadodara) શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ધજાગરા ઉડતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખોડિયારનગરમાં એક સાથે ત્રણ હજાર જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. આ તમામ લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સિંગ ન હતું, એટલું જ નહીં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતું.

મળતી માહિતી પ્રમાણે Vadodara શહેરના ખોડીયારનગર વિસ્તારમાં માતાજીની પધરામણી થઈ હોવાની વાત ફેલાઈ હતી. તો અહીં એક વ્યક્તિ ધૂણી રહી હતી. જે બાદમાં ગઈકાલ રાતથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા. ફક્ત વડોદરા જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો વડોદરા ખાતે એકઠા થયા હતા. જે બાદમાં આજે સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આ દરમિયાન અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અહીં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતું. લોકો એક બીજા પર અબીલ અને ગુલાલ ઉડાવી રહ્યા હતા. ઢોલ અને નગારાના તાલે લોકો ઝૂમી રહ્યા હતા. કોઈ પણ પરવાનગી વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજાતા પોલીસ દોડતી થઈ હતી. એટલું જ નહિ, કાર્યક્રમમાં હાજર કોઈ પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું. 

વારસિયા પોલીસે આ ઘટનાને પગલે સ્થળ પર પહોંચી હજારોના ટોળાંને દૂર કર્યા પોલીસે કોઈ ગુનો દાખલ ન કરતા આશ્ચર્ય ફેલાયું. વારસિયા પોલીસે કાર્યક્રમનું આયોજન કરનાર સામે નોધ્યો ગુનો છે. 6 વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ કરાઈ છે. એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ 6 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. 

બીજી એક ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી કે, આ 3000 લોકોનું ટોળુ વડોદરાથી પગપાળા મહેસાણા જવાનું હતું. જો, આ કાર્યક્રમ રોકવામાં ન આવ્યો હોત તો મહેસાણા સુધી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોત. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024