Vadodara

Vadodara

વડોદરા (Vadodara) માં ગઈકાલે રાત્રે બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શહેર ગોત્રી ચાર રસ્તાથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના રસ્તે આવેલી હોટલ તારાસન્સ સામે વડોદરાની જ એક લક્ઝરી બસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

વડોદરાના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા અનિલ શાહ ગઈકાલે રાત્રે તેમના ટુ-વ્હીલર એક્સેસ પર પોતાના વ્યવસાયેથી પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે GJ-06-AX-4327 નંબરની પટેલ ટ્રાવેલ્સના સાઇન બોર્ડ વળી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી.

Vadodara

આ પણ જુઓ : જમાત-ઉલ-મુજાહિદ્દીનના એક આતંકવાદીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે ઝડપી પાડ્યો

આ બસની ટક્કર વાગતા GJ-06-HF-7130 નંબરની ટુ વ્હીલર સુઝૂકી એક્સેસ પરથી અનિલ શાહ પટકાયા હતા અને બસનો જોટો તેમના માથા પરથી ફરી જતા ઘટના સ્થળે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક અનિલ શાહ લેબોરેટરીના સંચાલક હતા. દરમિયાન પોલીસે અકસ્માતનો ભોગ બનનારા અનિલ શાહના પરિવારની શોધખોળ હાથધરી મોડી રાત્રે તેમને જાણકારી આપી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024