Vadodara
નાગરિકો હવે પોલીસ કર્મચારીઓ નિયમોનો ભંગ કરતા દેખાય ત્યાં વીડિયો બનાવીને વાયરલ કરે છે. વડોદરાના આવા જ એક જાગૃત નાગરિકે માસ્ક વગર ચાલુ ગાડીએ ફોન પર વાત કરતા તથા નંબર પ્લેટ વગરની ગાડી ચલાવતા પોલીસ કર્મચારીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા જ તાત્કાલિક પોલીસ કમિશનર દ્વારા નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વડોદરા (Vadodara) માં માસ્ક વગર બાઈક પર નીકળેલાં એક પોલીસકર્મીને યુવાનોએ રોક્યો હતો. આ પોલીસ કર્મચારીએ માસ્ક પહેર્યું ન હતું. એટલું જ નહિ તેઓ ચાલુ વાહને ફોન પર વાત કરી રહ્યા હતા અને નંબર પ્લેટ વગરનું વાહન ચલાવી રહ્યા હતા. જાગૃત યુવાનોએ પોલીસકર્મીને દંડ ભરવાં ફરજ પાડી હતી. તેમજ વીડિયો સોશિયલ મીડિયા પરવાઇરલ કર્યો હતો.
આ પણ જુઓ : જામનગરમાં કાર અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, દંપતીનું ઘટનાસ્થળે મોત
આ પોલીસ કર્મચારીનું નામ રમેશભાઈ હોવાનું સામે આવ્યું છે. રમેશભાઈ વડોદરા કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. સોશિયલ મીડિયામા વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નરે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.