બાઇક સ્લીપ ખાઇ જતાં દંપતિ પર બસનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત

Valsad

Valsad

વલસાડ (Valsad) ના આરપીએફ ગ્રાઉન્ડ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ફૂલ લઇને દર્શન કરવા મંદિર જઇ રહેલા દંપતિનું બાઇક સ્લીપ ખાઇ જતાં બસનું ટાયર દંપતી પરથી ફરી વળતા દંપતી ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર આજે સવારે ધરમપુર રોડ પર બાઇક લઇને જઇ રહેલા દંપતિનું બાઇક સ્લીપ ખાઇ જતાં રોડ પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતી બસનું ટાયર દંપતી પરથી ફરી વળ્યું હતું. દંપતી કચડાયાની બસ ચાલકને જાણ થતાં તેણે બસ રોકી દીધી હતી. ઘટનાસ્થળે જ દંપતીનું મોત થયું.  

અકસ્માત અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત બાદ બસ ડ્રાઇવર પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.