Varun Dhawan Welcomed His First Child: બોલિવૂડના ફેમસ અભિનેતા વરુણ ધવન અને એની પત્ની નતાશા દલાલના ઘરે સોમવારના રોજ એટલે કે 3 જૂનના રોજ દીકરીનો જન્મ થયો છે. વરુણના પિતા અને ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને હોસ્પિટલમાંથી નીકળતી વખતે આ ખુશખબરી આપી છે. નતાશા દલાલને 3 જૂન 2024ના રોજ લેબર પેઇન ઉપડ્યા પછી મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.
એક્ટરે વીડિયો શેર કરી ચાહકોનો માન્યો આભાર
ધવન પરિવાર હાલમાં ખુશીથી ઝૂમી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વરુણના ચાહકો તેને સતત અભિનંદન પાઠવી રહ્યા છે. હવે એક્ટરે પણ ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વીડિયો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. વરુણ ધવન અને નતાશા પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. આ અવસર તેના માટે ખૂબ જ ખાસ છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા એક્ટરે લખ્યું કે, ‘હમારી બિટિયા રાની કા આગમન હો ચૂકા હૈ’.
વરુણ ધવને આગળ લખ્યું કે, તમે પાઠવેલી તમામ શુભકામના માટે આભાર જે તમે માતા અને દીકરી માટે પાઠવી છે. ત્યારબાદ તેણે ઈશ્વરનો આભાર માનતા લખ્યું કે, ‘હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. સોશિયલ મીડિયા પર વરુણની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
વરુણ ધવને આપી હતી ગુડ ન્યૂઝ
વરુણ ધવને 18 ફેબ્રુઆરી 2024ના રોજ પત્ની નતાશાની પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ ચાહકો સાથે શેર કર્યા હતા. ફોટો શેર કરતા એક્ટરે લખ્યુ હતું કે, અમે પ્રેગનન્ટ છીએ. તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.
https://www.instagram.com/reel/C7x2mz4CrdQ/?utm_source=ig_web_button_share_sheet
વરુણ-નતાશાના લગ્ન
ઉલ્લેખનીય છે કે વરુણ ધવન અને નતાશા દલાલે 24 જાન્યુઆરી 2021ના રોજ અલીબાગમાં લગ્ન કર્યા હતા. બન્નેએ કોરોના મહામારી દરમિયાન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એક્ટર વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી બેબી જોનમાં જોવા મળશે. આ ફિલ્મ એ.કાલીસ્વરન દ્રારા નિર્દેશિત અને મુરાદ ખેતાની, પ્રિયા એટલી અને જ્યોતિ દેશપાંડે દ્રારા નિર્મિત છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે કિર્તી સુરેશ, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ પણ નજરે પડશે.