વરુણ ધવન બન્યો પિતા, લગ્નના ચાર વર્ષ બાદ ઘરમાં ગુંજી કિલકારી

Varun Dhawan Welcomed His First Child:  બોલિવૂડના ફેમસ અભિનેતા વરુણ ધવન અને એની પત્ની નતાશા દલાલના ઘરે સોમવારના રોજ એટલે કે 3 જૂનના રોજ દીકરીનો જન્મ થયો છે. વરુણના પિતા અને ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને હોસ્પિટલમાંથી નીકળતી વખતે આ ખુશખબરી આપી છે. નતાશા દલાલને 3 જૂન 2024ના રોજ લેબર પેઇન ઉપડ્યા પછી મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. 

એક્ટરે વીડિયો શેર કરી ચાહકોનો માન્યો આભાર

ધવન પરિવાર હાલમાં ખુશીથી ઝૂમી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વરુણના ચાહકો તેને સતત અભિનંદન પાઠવી રહ્યા છે. હવે એક્ટરે પણ ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વીડિયો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. વરુણ ધવન અને નતાશા પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. આ અવસર તેના માટે ખૂબ જ ખાસ છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા એક્ટરે લખ્યું કે, ‘હમારી બિટિયા રાની કા આગમન હો ચૂકા હૈ’.

વરુણ ધવને આગળ લખ્યું કે, તમે પાઠવેલી તમામ શુભકામના માટે આભાર જે તમે માતા અને દીકરી માટે પાઠવી છે. ત્યારબાદ તેણે ઈશ્વરનો આભાર માનતા લખ્યું કે, ‘હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. સોશિયલ મીડિયા પર વરુણની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.  

વરુણ ધવને આપી હતી ગુડ ન્યૂઝ

વરુણ ધવને 18 ફેબ્રુઆરી 2024ના રોજ પત્ની નતાશાની પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ ચાહકો સાથે શેર કર્યા હતા. ફોટો શેર કરતા એક્ટરે લખ્યુ હતું કે, અમે પ્રેગનન્ટ છીએ. તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. 

https://www.instagram.com/reel/C7x2mz4CrdQ/?utm_source=ig_web_button_share_sheet

વરુણ-નતાશાના લગ્ન

ઉલ્લેખનીય છે કે વરુણ ધવન અને નતાશા દલાલે 24 જાન્યુઆરી 2021ના રોજ અલીબાગમાં લગ્ન કર્યા હતા. બન્નેએ કોરોના મહામારી દરમિયાન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એક્ટર વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી બેબી જોનમાં જોવા મળશે. આ ફિલ્મ એ.કાલીસ્વરન દ્રારા નિર્દેશિત અને મુરાદ ખેતાની, પ્રિયા એટલી અને જ્યોતિ દેશપાંડે દ્રારા નિર્મિત છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે કિર્તી સુરેશ, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ પણ નજરે પડશે.

 • Nelson Parmar

  Related Posts

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે વરસાદ 24 થી 26 જૂન દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ   #ambalalpatel…

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી! A liquor party…

  You Missed

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

  ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
  Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024