- ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને
- વેપારીઓની નફાખોરીના કારણે ભાવ નિયંત્રણ નથી
- ભાવ વધારાનું કારણ વેરારીઓની નફાખોરી
- ઉનાળા અને ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવક ઓછી
ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન 1.70 કરોડ મેટ્રીક ટન હોવા છતાં ભાવ આસમાને પહોંચી ગયા છે. આ ભાવ વધારાનું કારણ વેરારીઓની નફાખોરી છે. ખેડૂતો પાસેથી સસ્તી શાકભાજી ખરીદી વેપારીઓ 400 ટકા સુધીનો નફો કરતા હોવાનુ ધ્યાને આવ્યું છે.
ઉનાળા અને ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવક ઓછી હોવાનું કારણ આપી વેપારીઓ તગડો નફો કમાઈ રહ્યાં છે. આજે ગુજરાતમાં છૂટક બજારમાં મોટાભાગની શાકભાજીનો પ્રતિકિલોનો ભાવ 120થી 160 રૂપિયા છે, જે સામાન્ય રીતે 40થી 60 રૂપિયા જોવા મળે છે.
રાજ્યના કૃષિ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતુ કે, ‘ખેડૂતો મહેનત કરીને તૈયાર કરેલા શાકભાજી એપીએસી સુધી પહોંચાડે છે. પરંતુ તેમને પોષણક્ષમ ભાવ મળતા હોતા નથી. તેમના જણાવ્યા પ્રમાણે મંડીબજારમાં શાકભાજી ઠલવાઈ ગયા પછી જ્યારે છૂટક વેપારીઓ પાસે આવે છે. ત્યારે તેમાં અલગ અલગ સ્ટેજના ભાવ ઉમેરાય છે, પરિણામે ગ્રાહકોને સસ્તું શાકભાજી મળતું નથી.