SP Party Leader Committed Suicide: સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષે ડીપી યાદવે શનિવારે સવારે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી છે. સૂચના મળતાં તેમના પરિવારજનો અને કાર્યકરો તેમના બુદ્ધિવિહાર આવાસ પહોંચ્યા હતા. પૂર્વ રાજ્યસભા સાંસદ વીરસિંહે પોલીસને આ મામલે સૂચના આપી હતી. હાલ, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી.

સમાજવાદી પાર્ટીના પ્રણેતાઓ પૈકી એક

ડીપી યાદવ સમાજવાદી પાર્ટીના પ્રણેતાઓ (કો-ફાઉન્ડર્સ) પૈકી એક હતા. તેમને પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ પદ મળ્યુ ન હતું. તેમ છતાં તે પાર્ટીની મજબૂતી માટે કામ કરતાં રહ્યા હતા. ગ્રામ પંચાયત ચૂંટણીમાં પાર્ટીના ગઠબંધનના પગલે તેમના સાળા અને સપા જિલ્લા અધ્યક્ષ જયવીર સિંહને પદ પર દૂર કરી તેમને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરિવારમાં પત્નિ, પુત્રી, અને પુત્ર છે. પુત્રી અંજલી સુપ્રીમ કોર્ટમાં વકીલાતની સાથે પીડિત સ્ત્રીઓના હક માટે કામ કરતી સંસ્થા ચલાવે છે. ડીપી યાદવનો પુત્ર પણ વકીલ છે.

રૂચી વીરાને ઉમેદવાર બનાવતાં વિરોધ કર્યો

ડીપી યાદવે લોકસભા ચૂંટણી દરમિયાન ડો. એસટી હસનના સ્થાને રૂચી વીરાને ઉમેદવાર બનાવવા બદલ વિરોધ કર્યો હતો. નારાજ યાદવ ચૂંટણી પ્રચારમાં પણ સામેલ થયા ન હતાં. તેમની ફરિયાદ સપા પ્રમુખ અખિલેશ યાદવને કરવામાં આવતાં જિલ્લા અધ્યક્ષ પદ પરથી દૂર કરી ફરી જયવીર સિંહને જિલ્લાધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારથી તેઓ રાજકીય ગતિવિધિઓથી અંતર જાળવી રહ્યા હતા.

જિલ્લા અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા

લોકસભા ચૂંટણી દરમિયાન જ ડીપી યાદવને સપાના જિલ્લા અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે જ્યારે સમાજવાદી પાર્ટીએ મુરાદાબાદથી વર્તમાન સાંસદ એસટી હસનની ટિકિટ રદ કરી અને તેમના સ્થાને રુચિ વીરાને ઉમેદવાર બનાવ્યા, ત્યારે વિવાદ શરૂ થયો. દરમિયાન ડીપી યાદવને જિલ્લા પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી રૂચી વીરાના નજીકના જયવીર યાદવને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારબાદ ડીપી યાદવ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન દૂર રહ્યા હતા. જોકે, તેના આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ હજુ સુધી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024