Vibrant Gujarat Global Summit VGGS 2022

મુખ્યમંત્રી
• જે એમ.ઓ.યુ. થાય તે ઉદ્યોગો સમય સર શરૂ થાય તે જવાબદારી ઉદ્યોગો નિભાવે
• ઉદ્યોગોને જરુરી મદદ – સહયોગ કરવાની રાજ્ય સરકારનીની નેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે, વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવા સમયે ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે

આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે.

ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની 10મી શ્રૃંખલાના પ્રારંભ પૂર્વે આજે ગુજરાત સરકારે રૂ. 24 185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 20 જેટલા MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે.

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં આ MOU પર હસ્તાક્ષર થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો આ સમિટ થી નાખ્યો છે તેના પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે

રાજ્ય સરકાર પણ નરેન્દ્ર ભાઈ મોદી ના પદચિન્હો પર ચાલીને સકારાત્મક બિઝનેસ પોલિસી તથા પ્રોત્સાહક વાતાવરણ થી વધુ ને વધુ ઉદ્યોગો રાજ્યમાં આવે તે માટે પ્રતિબદ્ધ છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જે એમ ઓ યુ થાય તે ઉદ્યોગો સમયસર શરુ કરવાની જવાબદારી ઉદ્યોગો નિભાવે તે જરૂરી છે, તેમણે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને જરૂરી મદદ અને સહાય રૂપ થવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
 
આજે જે MOU પર હસ્તાક્ષર થયા તેમા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ ક્ષેત્રમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર બંને દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાથી રોકાણકારોને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ સહિત પુષ્કળ તકો ઉપલબ્ધ થઈ રહી છે. વડાપ્રધાનની ગતિશક્તિ યોજના માટે પણ ધોલેરા SIR મુખ્ય ચાલકબળ બની રહેશે જેના આધારે આગામી વર્ષોમાં અનેક મેગા પ્રોજેક્ટનો પાયો નખાશે.

જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં – ઉત્પાદન, રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ, દવા ઉદ્યોગો તેમજ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે, આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે

આ મૂડીરોકાણો દ્વારા “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024