vibrant gujarat global trade show

કોવિડના વધતા કેસના કારણે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો રદ કરવો પડ્યો, પરંતુ તેના કારણે 250 થી 300 કરોડ રૂપિયાનું રોકાણ પાણીમાં ગયું છે.

ખાસ કરીને જે કંપનીઓ આ ટ્રેડ શો સાથે સંકળાયેલી હતી તેમણે મોટી ખોટ ખાવાનો વારો આવ્યો છે. નાના વેન્ડરો આ મેગા એક્ઝિબિશન ઇવેન્ટ માટે પોતાના પેવિલિયન સ્થાપી રહ્યા હતા પરંતુ છેલ્લી મિનિટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાથી તેમને મોટો ફટકો પડશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ટ્રેડ શો નવમી જાન્યુઆરીથી શરૂ થવાનો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અગાઉ ટ્રેડ શો યોજવાનું આયોજન હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

એક ડિઝાઇન કંપનીના પ્રમોટરે જણાવ્યું કે, અમે બે કોર્પોરેટ માટે થિમ પેવિલિયન ડિઝાઇન કરીને તૈયાર કર્યા હતા. અમારું કામ હજુ અડધું થયું હતું ત્યાં ટ્રેડ શો રદ કરવાની જાહેરાત થઈ ગઈ. અમારા અધુરા કામ માટે અમને કોણ ચુકવણી કરશે? અમારે તાત્કાલિક જગ્યા ખાલી કરવાની હોવાથી અમારો પ્રોજેક્ટ અમે વિખેરી નાખ્યો છે.

આ ટ્રેડ શોનું આયોજન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી ચાલનારા આ એક્ઝિબિશનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હતું. બે લાખ ચોરસ મીટરથી મોટા વિસ્તારમાં અહીં વિવિધ સેક્ટરના પ્રોજેક્ટ રજુ થવાના હતા.

ગુજરાત સરકારે આ કાર્યક્રમ માટે 13 મુખ્ય ક્ષેત્રોને અલગ તારવ્યા હતા. તેમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ડિસ્પ્લે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના પેવિલિયન મુખ્ય હતા. આ ઉપરાત કેન્દ્ર અને રાજ્ય સરકારના મુખ્ય પ્રોજેક્ટ માટેના પેવિલિયન પણ હતા.

આ કાર્યક્રમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેડ શો માટે કુલ રૂ. 250 થી 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. કંપનીઓ અહીં પોતાની સ્ટ્રેન્થ અને વિઝન દર્શાવી શકે તેમ છે. કેટલીક કંપનીઓ પોતાની નવી પહેલ અથવા પ્રોડક્ટ રજુ કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.

ગુજરાત સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોવિડના કેસમાં ઝડપી ઉછાળો આવ્યો હોવાથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 મુલતવી રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ટ્રેડ શો રદ કરવામાં આવ્યો છે.

એક અધિકારીએ કહ્યું કે સરકારે અમને ભાડું રિફંડ આપવાની ખાતરી આપી છે, પરંતુ પેવિલિયન બનાવવામાં જે ખર્ચ થયો તે ગુમાવવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024