રાજય સરકાર દવારા બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર આપી સમાજમાં દિકરીઓનું પ્રમાણ વધારવાના પ્રયત્નો હાથ ધરી પુરુષ અને સ્ત્રીનો રેશીયો એક સમાન કરવાનો પ્રયત્ન હાથ ધરી રહી છે
આજે ઘણા બધા સમાજો પણ જાગૃત થઈ દિકરીઓને સન્માનજનક જીવન આપી રહયા છે ત્યારે કાલોલ તાલુકાના રાજપુર ગામના વિજયભાઈ પ્રતાપભાઈ રાવળની પુત્રી નવ્યાના જન્મદિન પ્રસંગે બેટી બચાવો બેટી પઢાઓના રાજય સરકારના સૂત્રને સાર્થક કરવા ગુજરાતના ખ્યાતનામ લોક ગાયકો દ્વારા લોકડાયરો રાખવામાં આવ્યો હતો. જેમાં જયેન્દ્રસિંહ પરમાર (Ex MP), સુમનબેન ચૌહાણ (MLA), મમતા સોની (એક્ટર-ગાયક), કમલેશ બારોટ (એક્ટર-ગાયક), વિક્રમ ચૌહાણ (એક્ટર-ગાયક), સેજલબેન (TDO કાલોલ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતા ગીતો ગાઈ ઉપસ્થિત લોકોને બેટીને સન્માન આપવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે વિજયભાઈ રાવલે જણાવ્યું હતું કે સમાજમાં દિકરો જન્મે ત્યારે પેંડા વેચવામાં આવે છે અને દિકરી આવે ત્યારે જલેબી વેચાય છે ત્યારે સમાજે દિકરો દિકરી એક સમાન ગણીને બન્નેને એક સરખું મહત્વ આપવા અનુરોધ કરી બન્નેના જન્મ પ્રસંગે પેંડા વેચવા આહવાન કર્યું હતું. અને તેની સાથે સાથે સમાજમાં દિકરીઓ પ્રત્યે લોકજાગૃતિ આવે તેવા શુભ આશયથી પોતાની પુત્રી નવ્યાના જન્મદિન પ્રસંગે બેટી બચાવો બેટી પઢાઓની રાજય સરકારની થીમ પર સુપ્રસિધ્ધ કલાકારોને બોલાવી લોક ડાયરા દવારા લોકોને બેટી અંગેની જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનં જણાવ્યું હતું.
ભારતના ઘણા સમાજોમાં દિકરીઓને મળતા લાભો સેવાઓની જાણકારી પહોંચાડવામાં આવતી જ નથી ત્યારે આ બેટી બચાવો બેટી ભણાવો સાચા અર્થમાં નારીને અશકતમાંથી સશકત બનાવે છે ત્યારે દેશના પ્રધાનમંત્રીના પ્રયત્નોથી આ યોજના સાચા અર્થમાં અમલી બનશે તો દેશમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદભાવોનો અંત આવશે જેથી દિકરી-દિકરો સમાન ગણી સમાજમાં મોભાનું સ્થાન આપવા પણ અનુરોધ કર્યો હતો.