Trump supporters

Trump supporters

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક (Trump supporters) મનાતા એક ટોળાએ કેપિટલ હિલમાં ઘૂસી જઇને સેનેટ કબજે કરવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન પોલીસે હિંસક ટોળાને વિખેરવા કરેલા ગોળીબારમાં એક મહિલા સહીત કુલ ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.

પોલીસ અને સિક્યોરિટી દળોએ તોફાનીઓને બહાર કાઢ્યા હતા. ટ્રમ્પ સમર્થકોએ હજારોની સંખ્યામાં એક માર્ચ યોજી હતી અને કેપિટલ હિલ તરફ ધસી ગયા હતા. પોલીસે લાઠીચાર્જ ટીઅર ગેસ વગેરે સાધનોથી ટોળાને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યા પરંતુ કાબૂમાં ન આવતા આખરે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. ટ્રમ્પના સમર્થકો પાસે ગન ઉપરાંત બીજાં ખતરનાક શસ્ત્રો પણ હતાં.

આ પણ જુઓ : અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના 47 અધિકારીઓ સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

પરિસ્થિતિ વણસતી જોઇને ટ્રમ્પ અને જો બાઇડન બંનેએ શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જાહેર અપીલ કરી હતી. વાતાવરણ વધુ તંગ બનતાં વૉશિંગ્ડટન ડીસીમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

જો બાઇડને જાહેરમાં એવી અપીલ કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે દેશની માફી માગવી જોઇએ અને પોતાના તોફાની સમર્થકોને રોકવા જોઇએ. ત્યાર બાદ ટ્રમ્પે ટ્વીટર પર પોતાના સમર્થકોને શાંતિથી વિખેરાઇ જવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024