Yatradham Virpur : યાત્રાધામ વીરપુરમાં બે રોડ બિસમાર હોવાથી યાત્રાળુ અને વાહન ચાલકોને મુશ્કેલી,વીરપુર ગામથી હાઇવે અને રેલવે સ્ટેશનથી મંદિર સુધીનો રોડ ખખડધજ હોવાથી યાત્રાળુઓ માં અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઇવે અને બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર (Jalaram bapa mandir virpur)તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડાખબળાવાળો થઈ ગયેલ હોવાથી વિરપુરના લોકો દ્વારા અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી જેમને લઈને રોડ નવો બનાવવા લોક માંગ ઉઠી છે,જ્યાં દ૨૨ોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામબાપાના દર્શને આવે છે ત્યાં વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે તેમજ વિરપુર ગામથી હાઇવે પર જવાના રોડ પર સતત વાહનો તથા લોકોની અવર જ્વર રહે છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો આ રોડ પર બન્ને સાઈડ પેવર બ્લોક નાખેલ જે પેવર બ્લોક અનેક જગ્યાએથી ઉખડી ગયા હોવાથી આ રોડ અતિ બિસ્માર બની ગયો છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો અકસ્માત થવાની શક્યતા છે અને કેટલાય લોકો તો આ રોડ પરના ખાડાઓને કારણે વાહન પરથી નીચે પટકાયા છે. જેથી વિરપુરના સ્થાનિક રહેવાસીઓએ તેમજ વિરપુર ગ્રામ પંચાયતના સદસ્યએ હાઇવે પરથી તેમજ બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ નવો રોડ બનાવવા માંગ કરી છે.
જલારામ મંદિર તરફ જતો મુખ્ય રસ્તો બીસમાર હાલતમાં
સૌરાષ્ટ્રના વિશ્વવિખ્યાત યાત્રાધામ વીરપુરનો રેલવે સ્ટેશન જવાનો મુખ્ય રોડ બિસમાર થઈ જવા પામ્યો છે,વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા આવેલી છે ત્યાં દરરોજ હજારો યાત્રાળુઓ આવતા હોય છે તેમાં ઘણા યાત્રાળુઓ રેલ્વેમાં મુસાફરી કરીને પણ આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશનથી પૂજ્ય બાપાના મંદિર તરફ જતો રોડ અતિ બિસમાર હાલતમાં છે આ રોડ પર મસમોટા ખાડાઓ તેમજ અનેક જગ્યાએ ગાબડા પડી ગયા હોવાથી યાત્રાળુઓને તેમજ સ્થાનિકોને, રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને આ જ રોડ પર યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની ભોજન શાળા તેમજ યાત્રાળુઓને રાત્રી રોકાણ માટેનું અતિથિગૃહ તેમજ ધર્મશાળા પણ આજ રોડ પર આવેલ છે,વિરપુર આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોએ આ રોડ તંત્ર દ્વારા સત્વરે નવો બનાવવાની માંગ કરી રહ્યા છે.ત્યારે બંને રોડ ના કામની ગ્રાન્ટ પણ છેલ્લા ઘણા સમયથી મજૂર થઈ ગઈ હોવા છતાં હજુ પણ રોડ ની કામગીરી ક્યાં કારણોસર શરૂ કરવામાં નથી આવી તે પણ એક પ્રશ્ન છે,ત્યારે તાત્કાલિક ધોરણે બંને રોડની કામગીરી કરવામાં આવે તેવી દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને ગામ લોકો માંગ કરી રહ્યા છે,
વિરપુર સરપંચના જણાવ્યા મુજબ આ રસ્તા બાબતે ધારાસભ્યને રજૂઆત પણ કરી છે અને ગ્રાન્ટ પણ મંજુ થઈ ગઈ છે થોડી પ્રોસીજર બાકી છે આ પ્રોસિજર વહેલી તકે થઈ જશે એટલે તુરંત જ આ રસ્તા નું કામ છે તે ચાલુ કરવામાં આવશે એવુ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું
અહેવાલ : રાકેશ પીઠડીયા, જેતપુર